Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

પ્રતિકાત્મક

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું જૂનમાં પરિણામ આવશેઃ લાખો ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી -દરેક એસટી સ્ટેન્ડમાં ભારે ધસારો જાેવા મળ્યો

(એજન્સી)અમદાવાદ, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર હેમખેમ પૂર્ણ થઈ ગયું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં ઉમેદવારો પોતાના ઘર તરફ વળ્યા હતા, જેના કારણે દરેક એસટી સ્ટેન્ડમાં ભારે ઘસારો દેખાઈ રહ્યો હતો, દરેક ઉમેદવારો હોંશેહોંશે પરીક્ષા આપ્યા બાદ હસતા મુખે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન ન હોવાથી ઉમેદવારોની ભારે ભીડ જણાઈ રહી હતી અને વિદ્યાર્થીઓ બસની રાહ જાેઈ રહ્યા હતા. અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિતના સેન્ટરમાંથી ૫૦ હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા રાજકોટ પહોંચ્યા હતા.

આજે રાજ્યભરમાંથી લાખો ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. આ પરીક્ષા હસમુખ પટેલના નેતૃત્તવમાં યોજવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિમામ જૂનમાં આવવાનું છે.

નોંધનીય છે કે, જાન્યુઆરીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે આ વખતે પરીક્ષા પહેલા ગૃહમંત્રીથી લઇને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને નજર રાખવામાં આવી રહી હતી. આજે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી છે.

પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ પરીક્ષાના પરિણામ અંગે જણાવ્યું હતુ કે, જૂન મહિનામાં આ પરીક્ષાનું પરિણામ આવવાનું છે. ત્યારે આજે કોઇપણ જગ્યાએ કોઇ જ ગેરરીતિ સર્જાઇ નથી.

આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષા અંગે પૂછતા તેમણે જણાવ્યુ કે, આજનું પેપર સરળ હતુ પરંતુ થોડું લાંબુ હતુ. કોઇપણ વિવાદાસ્પદ પ્રશ્નો પણ પૂછાયા ન હતા. પેપર એકદંરે સારું હતુ. શનિવારે પરીક્ષાની તૈયારીઓ પર જણાવતા હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે, જૂનિયર ક્લર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈપણ મુશ્કેલી ન પડે તેવા અમારા પ્રયાસ છે. દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા લગાવાયા છે. સાથે જ પોલીસ અને અધિકારીઓની તાલીમ આપવામાં આવી છે. આ પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર થશે.

GSRTC વિભાગે વધારાની બસો પણ મુકી છે. વિદ્યાર્થીઓ માટે બસમાં ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ પોલીસને ખાસ સૂચનો કરાયા છે. પરીક્ષા માટે તંત્ર અને પોલીસ તૈયાર છે. પરીક્ષા માટે અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.

પેપર લીક કાંડ સાથે સંકળાયેલા આરોપીઓ અંગે હસમુખ પટેલે જણાવ્યું હતુ કે, છ્‌જીએ ઝડપેલા આરોપીઓએ પણ પરીક્ષા આપવી હશે તો આપી શકશે. ઝડપાયેલા આરોપી ઉમેદવારોને આગળ ગેરલાયક ઠેરવી શકાશે. લોકરક્ષકની જેમ આ પરીક્ષા પણ યોગ્ય રીતે લેવાશે. છ્‌જીએ ઝડપેલા આરોપીઓ સામે નવો કાયદો લાગુ નહીં થાય. આરોપીઓએ કાયદો લાગુ થયા અગાઉ ગુનો કર્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers