Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

IPL મેચ ઉપર સટ્ટાબેટિંગ રમતા બે ઈસમોને ભરૂચ SoGએ ઝડપી પાડ્યા

નબીપુરનો કુખ્યાત સટ્ટોડીયો સુલેમાન પટેલ ઉર્ફે સોલી સહિત મીલિત મોદી વોન્ટેડ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  આઈપીએલ સિરીઝ શરૂ થવા સાથે જ ભરૂચ એસઓજી ગ્રુપ ક્રિકેટના ઓનલાઈન સટ્ટાબેટિંગ અને સટ્ટોડીયા ઉપર ખાસ વોચ રાખી રહી છે.ત્યારે બી ડિવિઝન પોલીસ મથકની હદ માંથી પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં ૩ લિંક મેળવી સટ્ટો રમતા ૨ સટ્ટોડિયાને પોલીસે પકડી લીધા છે. Bharuch SoG nabs two Isoms for betting on IPL match

તો નબીપુરનો કુખ્યાત સટ્ટોડિયા સુલેમાન પટેલ ઉર્ફે સોલી ક્રિકેટના સટ્ટામાં ફરી પોલીસની રડારમાં આવતા તેમજ મિલીત મોદી ને વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસઓજી પોલીસે હાલ ચાલી રહેલી આઈપીએલની સિરીઝમાં ઓનલાઈન સટ્ટા અને સટ્ટોડીયા ઉપર વોચ રાખી રહી હતી.આ દરમ્યાન ભરૂચમાં કેટલાક જુગારીયા મેચની હારજીત, રન, ફોર – સિક્સ,વિકેટ વિગેરે પર ઓનલાઈન મોબાઈલ ઉપર જુગાર રમતા હોય

ચોકકસ આધારભુત માહિતી આધારે એસઓજી પીઆઈ અને ટીમે ભરૂચની ભજ્જુવાલા સોસાયટી ખાતે ચેક કરતા મહંમદ જાવીદ પટેલ સટ્ટો રમતા ઝડપાઈ ગયો હતો.જેમાં પંજાબ કીંગ્સ – સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ઓનલાઈન એપ્લીકેશન SilverExch.Com  દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેંટીંગનો હાર જીતનો જુગાર રમતા પકડાતા ૨ મોબાઈલ સાથે ધરપકડ કરાઈ હતી.

એપ્લીકેશન લીંક નબીપુરના કુખ્યાત સુલેમાન પટેલ ઉર્ફે સોલી પાસેથી મેળવી એપ્લીકેશન લીંક મીલીત મોદીને આરોપીએ આપી હતી.

તો એસઓજી પોલીસની બીજી રેઈડમાં ભરૂચની મદીના હોટલ પાસે ઈમરાન અહમદ મેમણ ઓનલાઈન એપ્લીકેશન SilverExch.Com  દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેંટીંગનો જુગાર રમતા સ્થળ પરથી મળી આવ્યો હતો.જેની પાસેથી એક મોબાઈલ કબ્જે કરાયો હતો.જેને પણ લીંક નબીપુરના સોલીએ મોકલી હતી.

એસઓજી પોલીસે નબીપુરના સુલેમાન પટેલ ઉર્ફે સોલી અને મિલિત મોદીને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers