Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

યુવતીએ ફેસબુક પર ફેન્ડ રીક્વેસ્ટ મોકલી ફસાવ્યોઃ 20 લાખ પડાવ્યા

સુરતમાં યુવતીએ યુવકને હનીટ્રેપમાં ફસાયોઃ ર૦ લાખ પડાવ્યા-ફરાર થયેલા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા

સુરત, રાજ્યમાં અવારનવાર હનીટ્રેેપના કિસ્સાઓં સામે આવતા રહે છે. ત્યારે સુરતમાં હનીટ્રેપમાં યુવાનને ફસાવીને લાખો રૂપિયા પડાવીને ફરાર થયેલા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા હતા.

સુરત ક્રાઈમ બ્રાંચની પકડમાં આવેલા આરોપી ખાલિદ કલીમ ખટીક, શાહરૂખ ઉર્ફે બાબો રફીકભાઈ મુલતાની સહિત અન્ય આરોપીઓએે એક મહિલા સાથે મળીને એક વ્યક્તિ પાસેથી ર૦ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.

આ મામલે બારડોલી પોલીસ મથકેે ગુનો દાખલ કર્યો હતો. ત્યારે આ હનીટ્રેપના કેસમાં નાસતા ફરતા બે આરોપીઓને બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડ્યા હતા.

આ પકડાયેલા ખાલિદ કલીમ ખટીક તથા શાહરૂખ ઉર્ફે બોબો રફીકભાઈ મુલતાની સહ આરોપી મહિલા હેતલ પટેલ તથા ગૌરવ પારેખ, રાહુલ ઉર્ફે ડેંટી એમ. આસુતોષ દવે તથા સુદામ આહિરે ભેગા મળીનેે કાવતરાના ભાગરૂપે હેેતલ પટેેલે ફરીયાદી સાથે ફેસબુક ઉપર ફંેન્ડ બનીફરીયાદીને

બારડોલી મુકામેે બોલાવીને તેની કારમાં બેસી હાઈવે તરફના બાયપાસ રોડ ઉપર થઈ ગઈ હતી. જ્યાર થોડીવારમાં બાકીના ચાર આરોપીઓ ફરીયાદીને પોતે હેતલ પટેલનો પતિ હોવાનું જણાવી તમાચો મારી દીધો હતો.

ફરીયાદીને તેની જ કારમાં બેસાડીનેે વડા પાટીયા પાસેે લઈ ગયા હતા. જ્યાં આગળ બીજા ત્રણ આરોપી એક ફોર વ્હીલ કારમાં આવ્યા હતા. અને ફરીયાદીને પોલીસે તરીકેની ઓળખ આપી પોલીસ કેસ કરવો ન હોય અને પતાવટ કરવી હોય તો રૂા.રપ લાખ આપવા પડશે એમ જણાવી રકઝકના અંતે ફરીયાદી પાસેથી રૂા.ર૦ લાખ બળજબરીપૂર્વક કઢાવી લઈને ગુનો આચર્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers