Western Times News

Gujarati News

સત્તા સામે સત્ય બોલે તે માટે બંધારણની કલમ-૧૯(૨) નું અર્થઘટન કરતા અખબારોની આઝાદીની રક્ષા કરી છે

સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ પતંજલી શાસ્ત્રી, પૂર્વ ચીફ જસ્ટીસ પી.એન.ભગવતી અને વર્તમાન ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડે સત્તા સામે સત્ય બોલે અને જનતા સમક્ષ સચોટ તથ્યો રજૂ કરતા ફરજ બજાવી શકે એ માટે બંધારણની કલમ-૧૯(૨) નું અર્થઘટન કરતા અખબારોની આઝાદીની રક્ષા કરી છે !!

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! જયારે ડાબી બાાજુની ઈન્સેન્ટ તસ્વીર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ વાય. ચંદ્રચુડ તથા જસ્ટીસ શ્રી હિમા કોહલીની છે તેમની ખંડપીઠે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયની ઝાટકણી કાઢતા અખબારી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાના કેન્દ્ર સરકારના નિર્ણયની આડકતરી ટીકા સાથે ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે કહ્યું છેકે,

મજબુત લોકશાહી માટે સ્વાતંત્ર્ય અને નિડર પ્રેસ ખૂબ જ મહત્વપુર્ણ છે સત્તા સામે સત્ય બોલે અને જનતા સમક્ષ સચોટ તથ્યો રજૂ કરે તે અખબારની ફરજ છે જેથી લોકશાહી સાચી દિશામાં લઈ જઈ શકાય ! પ્રેસની સ્વતંત્રતા પરના નિયંત્રણો લોકોને વિચારવા પર મજબુર કરે છે.

કોર્ટે એ મુદ્દો પણ ધ્યાને લીધો હતો કે પ્રસારણ મંત્રાલય દ્વારા જે શો-કોઝ નોટિસ પઠવાઈ તેમાં કારણો અને કઈ શરતનો ભંગ થયો હતો તેનું કોઈ સ્પષ્ટીકરણ કરાયું નથી જે કુદરતી ન્યાયના સિધ્ધાંતના ભંગ સમાન છે !! કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાાના દાવા હવામાં ન કરી શકાય તે સાબિત કરવા માટે મજબુત તથ્ય હોવું જરૂરી છે !!

સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને નામે નાગરિકના કાયદા હેઠળ મળતા અધિકારોથી વંચિત ન કરી શકે ?! આમ ભારતની સુપ્રિમ કોર્ટે મલયાલમ ન્યુઝ ચેનલ મિડાયાવન પરનો કેન્દ્ર સરકારનો પ્રતિબંધ ફગાવી દીધો હતો ભારતની સુપ્રિમ કોર્ટે ૧૯૫૦ થી આજદિન સુધી ૨૦૨૩ સુધી અખબરી સ્વાતંત્ર્યને બંધારણીય સુરક્ષા કવચ પુરૂ પાડતા બંધારણની કલમ-૧૯(૨) ના સચોટ અર્થઘટન કર્યા છે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ તેમની નિડરતા અને સ્પષ્ટ વકતા તરીકેનું નામ ઉજાગર કર્યુ છે !!

ઈ ન્ડયા ટુ ડે દ્વારા યોજાયેલ કોન્કલેવમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ક્રિકેટર સચિન તેંડુલકર સહિતના અનેક મહાનુભાવોની ઉપ સ્થતિમાં ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે કહી દીધું હતું કે કોલેજીયમ સીસ્ટમ દ્વરા હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોની ભલામણ કરતા પૂર્વે વિચારવામાં આવે છે તેમના દ્વારા અપાયેલા ચૂકાદાઓનો બારીકાઈથી અભ્યાસ થાય છે અને તે કેસની કેટલી મેરીટ છે તે ચકાસીએ છીએ.

અમે સતત તે ન્યાયાધીશ દ્વારા અપાયેલા ચૂકાદાઓનું વિશ્લેષણ પણ કરીએ છીએ. આ કસોટીમાંથી પાસ થયા બાદ જે કોઈ ન્યાયાધીશ કે સિનીયર વકીલનું નામ કોલેજીયમ દ્વારા ભલામણ કરવામાં આવે છે. આમ કહીને તેમણે રાજકીય નેતાઓને સંભળાવી દીધું કે કોલેજીયમમાં ન્યાયના અધિકારોઓનું જ કામ છે !! દેશ માટે એ ગૌરવની વાત રહી છે કે ભલે રાજકીય નેતાઓ “રાજધર્મ” ભુલે ન્યાયાધીશો હજુ સુધી “ન્યાયધર્મ” ભુલ્યા નથી !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

“એ જાેતાં રહેજાે તમારી આઝાદી ખતરામાં નહીં પડે” – વિલીયમ હેરિસન

વર્ષ ૧૯૫૦ થી ૨૦૨૩ સુધીમાં અનેક ચૂકાદાઓ દ્વારા મજબુત લોકશાહી માટે સ્વતંત્ર અને નિડર પ્રેસની મહત્તા સુપ્રિમ કોર્ટે સ્વીકારી છે !!

રશિયાના ક્રાંતિકારી નેતા વ્હાલમીર લીચ લેનિને કહ્યું છે કે, ‘કોઈનું રાજ તપતું હોય ત્યાં સુધી સ્વતંત્રતા નહી હોય અને સ્વતંત્રતા હોય ત્યાં કોઈનું રાજ નથી હોતું’!! અમેરિકાના પ્રમુખ વિલીયમ હેનેરી હેરિસને કહ્યું છે કે, ‘તમારા શાસકોએ વધુ પડતી સત્તા તો નથી લઈ લીધીને ?!

એ જાેતાં રહેજાે તમારી આઝાદી ખતરામાં નહીં પડે’!! ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ. કહ્યું છે કે, ‘નિર્ણય લેવાની પ્રક્રિયા પરત્વે પ્રમાણિકતા હોવી જાેઈએ તો દરેક સુધી ન્યાય પહોંચી શકે’ !! દરેક ન્યાયાધીશોએ પોતાની સ્વતંત્ર કુનેહ, વિવેક અને બુધિમત્તામત્તાથી નિર્ણય કરવા જાેઈએ !!

આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ નિર્ણય કરવાની પ્રક્રીયામાં એક સાધન માત્ર હોઈ શકે પરંતુ એ ન્યાયાધીશનો વિકલ્પ ન હોઈ શકે !! ભારતની સુપ્રિમ કોર્ટની ૧૯૫૦ થી ભારતના અભિવ્ય ક્તની સ્વતંત્રતાને અખબારી સ્વાતંત્ર્યને અનેક ચુકાદાઓ આપી જીવતં રાખ્યું છે.

ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ પતંજલી શાસ્ત્રી તથા ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ પી.એમ.ભગવતીથી આજે ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ સુધી ભારતની સુપ્રિમ કોર્ટર્ની નાગરિકોની અભિવ્ય ક્તની આઝાદીનીી અને અખબારી સ્વાતંત્ર્યની રખેવાળી કરી છે !

ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી ગજેન્દ્રભાઈ ગડકરએ ‘બંધારણના મૂળભૂત અધિકારોને ‘બંધારણ’ થી આ દેશમાં દાખલ કરવા ધારેલી લોકતાંત્રિક જીવન રિતિનો પાયો અને સ્તંભ તરીકે વર્ણવ્યા છે’!! ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી પતંજલી શાસ્ત્રીએ ૧૯૫૦ માં રમેશ થાપર વિરૂધ્ધ સ્ટેટ ઓફ મદ્રાસ એ.આઈ.આર. ૧૯૫૦, એ.સી. ૧૨૪, ૧૨૫ માં અવલોકન કરતા કહ્યું હતું કે, “વાણી અને અખબારી સ્વાતંત્ર્ય બધાં જ લોકતાંત્રિક સંગઠનના પાયામાં પડેલા હોય છે.

કારણ કે મુકત રાજકીય ચર્ચા વિચારણા વિના પ્રજાલક્ષી શાસનતંત્રની યોગ્ય કામગીરીની કાર્યવાહીમાટે અત્યંત આવશ્યક લોક શિક્ષણનીજરૂર છે આટલા વ્યાપક પ્રમાણના સ્વાતંત્ર્યનો દુરઉપયોગ થવાનું પણ જાેખમ રહેલું છે”!! પર બંધારણના ઘડવૈયાઓએ પણ ફેડરલ બંધારણના પ્રથમ સુધારાની તૈયારી માટેના આગ્રહી હતાં તેવા મેડીસીન જેવું જ વિચાર્યુ હશે કે !

“જે ડાળીઓ યોગ્ય ફળ આપે છે તેમને કાપીને તેમની તાકાતને હાનિ પહોંચાડવી તે કરતા કેટલાક નુકશાનકારક ડાળીઓને મન ફાવે તેમ ઉગેલી રહેવા દેવી તે બહેતર છે”!!

ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસશ્રી અને વિખ્યાત ન્યાયવિદ શ્રી પી. એન. ભગવતીએ કહ્યું છે કે, “મૂળભૂત અધિકારો આ દેશની પ્રજાએ વૈદીક યુગથી હૃદયમાં સંઘરેલા પાયાના મૂલ્યો રજૂ કરે છે તે વ્ય ક્તના ગૌરવની રક્ષા કરે છે તે રીતે ઘડાયા છે

તેમાં વ્ય ક્ત પોતાના વ્ય ક્તત્વને પૂર્ણપણે વિકસાવી તેવી પરિ સ્થતિઓ સર્જવા માટે ઘડાયા છે તે માનવ અધિકારોને પાયાગત માળખા ઉપર ખાતરીઓના તાણાવાણા વણી આપે છે અને તે રાજય ઉપર વ્ય ક્ત સ્વાતંત્ર્યના વિવિધ પરિમાણો ઉપર અતિક્રમણ નહીં કરવાના નકારાત્મક અધિબંધનો લાધે છે”!!

તેમ એક ચુકાદા દ્વારા ૧૯૭૮ માં કહ્યું હતું ચીફ જસ્ટીસ શ્રી પી.એન.ભગવતીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, નાગરિકો આ અધિકાર માત્ર ભારતના રાજય ક્ષેત્રમાં જ નહીં પણ તેની સીમાઓને પાર પણ ભોગવે છે !! આમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ અનેક ચુકાદાઓ દ્વારા અખબારી સ્વાતંત્ર્યની અભિવ્ય ક્તની આઝાદીનું સચોટ રક્ષણ કર્યુ છે !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.