Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ર૦ એપ્રિલથી ટિ્‌વટર પર બ્લૂ ટિક હટાવવાનું શરૂ થશેઃ મસ્ક

(એજન્સી) નવી દિલ્હી,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના સીઈઓ એલન મસ્કે ગઈકાલે વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવવાની ડેડલાઈનની જાહેરાત કરી દીધી છે. ઈલોન મસ્કે એક ટ્‌વીટ દ્વારા જણાવ્યું છે કે બ્લૂ ટિક હટાવવાની આખરી તારીખ ર૦ એપ્રિલ છે. Twitter will begin removing blue ticks from April 20: Musk

એલન મસ્કના આ ટ્‌વીટ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે ર૦ એપ્રિલથી માત્ર ટિ્‌વટર બ્લૂ સર્વિસ લેનારા લોકો પાસે જ બ્લૂ ટિક રહી જશે. બાકી તમામ લોકોની બ્લૂ ટિક હટી જશે. જે ટિ્‌વટર યુઝર્સની બ્લૂ ટિક રાખવા ઈચ્છે છે તેમને બ્લૂ સર્વિસનું સબ્સક્રિપ્શન લેવું પડશે.

જયારથી ટિ્‌વટર બ્લૂ ટિ્‌વટર પર આવ્યું છે, ત્યારથી ખોટા સંદેશાઓઅથવા અફવાઓનું ચલણ વધ્યું છે. આ કારણે જેમણે લેગસી ચેકમાર્ક હાંસલ કર્યો છે તેઓ તેમના એકાઉન્ટ બ્લૂ ટિકને દૂર કરવા માગે છે. ૧ માર્ચથી ૭ માર્ચની વચ્ચે રપ એકાઉન્ટ્‌સ મળી આવ્યા હતા.

જેમાં બ્લૂ ટિક હતી અને તે પ્લેટફોર્મ પર ખોટા પ્રકારના મેસેજ ફેલાવી રહી હતી કારણ કે આજે કોઈ પણ પૈસા ચૂકવીને બ્લૂ ટિક ખરીદી શકે છે, તેથી લોકો બ્લૂ ટિક પ્રોફાઈલ દ્વારા લખેલા મેસેજ પર સરળતાથી વિશ્વાસ કરી રહ્યા છે અને તેના કારણે સાચી માહિતી પોસ્ટ કરનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જાે તમે ટિ્‌વટર પરથી બ્લૂ ટિક દૂર કરવા માગો છો, તો તેના માટે તમારે ટિ્‌વટર બ્લૂને સબસ્ક્રાઈબ કરવું પડશે. ટિ્‌વટર પહેલા રાજનેતાઓ, અભિનેતાઓ, પત્રકારો સહિત અનેક જાણીતી હસ્તીઓના એકાઉન્ટસ પર બ્લૂ ટિક આપતું હતું તે માટે કોઈ ચાર્જ લેવાતો ન હતો, પરંતુ એલન મસ્કે ટિ્‌વટર ખરીદ્યા બાદ કંપનીમાં મોટા બદલાવ કર્યા છે.

ટિ્‌વટરે જાહેરાત કરી હતી કે કંપની પેઈડ બ્લૂ ટિક સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં તે લોન્ચ થઈ ચુકી છે. હવે ભારતમાં તેની શરૂઆત થઈ છે. જે લોકો પૈસા ચૂકવશે તે જ લોકો બ્લૂ ટિક ખરીદી શકશે. બ્લૂ ટિક માટે મહિને ૬પ૦ રૂપિયા ચુકવવા પડશે. મોબાઈલ યુઝર્સ માટે આ રકમ ૯૦૦ રૂપિયા પ્રતિ માસ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers