Western Times News

Gujarati News

હાલોલમાં ધમધમતા જુગાર ધામ ઉપર LCB પોલીસ ત્રાટકી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  હાલોલના સંજરીપાર્ક બાદશાહ બાવાની દરગાહ સામે અઝરુદ્દીન માયુદ્દીન વાઘેલા નામનો ઈસમ લાંબા સમય થી પત્તાપનાનો જુગાર રમાડી રહ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે બાતમી મળતા જિલ્લા એલસીબી એ

સ્થાનિક પોલીસને સાથે રાખ્યા વગર રેડ કરતા અંદર બહાર નો જુગાર રમાડતા મુખ્ય સૂત્રધાર સહિત જુગાર રમતા હાલોલ, ગોધરા, વડોદરા, બોડેલી, વાઘોડિયા ના ૧૩ જેટલા જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જિલ્લા એલસીબી પોલીસે મોડી રાત્રે તમામની પૂછપરછ હાથ ધરી હતી. LCB police raided a gambling den in Halol

હાલોલ શહેરના કેટલાક વિસ્તારો માં ચોક્કસ નામચીન જુગારીયાઓ દ્વારા જાહેર માં જુગારના અડ્ડાઓ ચલાવવમાં આવી રહ્યા હોવા છતાં સ્થાનિક પોલીસ આ જુગાર ના અડ્ડાઓ બંધ કરાવવા કઈ જ નક્કર કાર્યવાહી ન કરતા જિલ્લા એલસીબી હરકત માં આવી હતી.અને આવા એક અડ્ડા ઉપર ગત મોડી રાત્રે રેડ કરતા જુગાર રમતા ૧૩ જુગારીઓ ઝડપાઇ ગયા હતા.

હાલોલ ના પાવાગઢ રોડ ઉપર અને હોટેલ હેરિટેજ ની પાછળ ના વિસ્તાર માં આવેલ બાદશાહ બાવાની દરગાહ સામે ના એક મકાન માં હઝરૂદ્દીન માયુદ્દીન વાઘેલા ઘણા સમય થી જુગાર નો અડ્ડો ચલાવી રહ્યો હતો. અહીં પંચમહાલ સહિત વડોદરા, છોટાઉદેપુર, અને મહીસાગર, આણંદ જિલ્લાઓ માંથી આવતા જુગારીઆઓ દ્વારા રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી ગોધરા એલસીબી ને મળી હતી.

ગઈ મોડી રાત્રે જિલ્લા એલસીબી આ અડ્ડા ઉપર છાપો મારતા જુગાર નો અડ્ડો ચલાવતો અઝરુદ્દીન વાઘેલા સહિત, હાલોલ,ગોધરા,વડોદરા ,વાઘોડિયા સહિત ના ૧૩ જુગારીઆ ઓ ઝડપાઇ ગયા હતા, પોલીસે તમામ ની અંગ જડતી કરતા રૂા.૮૭,૭૦૦/- , અને દાવ ઉપર લાગેલા રૂા. ૩૧,૨૨૦/-

અને રૂા. ૯૨,૫૦૦/- ના ૧૫ નંગ મોબાઈલ મળી રૂા. ૧,૧૮,૯૨૦/- રોકડા અને મુદ્દમાલ સહિત રૂા. ૨,૧૧,૪૨૦/- તમામ આરોપીઓ ને ગોધરા એલસીબી કચેરીએ લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી.જિલ્લા એલસીબી માં ફરજ બજાવતા કેતન ભરવાડે હાલોલ ટાઉન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા હાલોલ ટાઉન પોલીસે તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.