Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઓડિશા સંબલપુરમાં મોટી હિંસામાં પોલીસકર્મી ઘાયલ થતા કલમ ૧૪૪ લાગુ

સંબલપુર, પશ્ચિમ બંગાળ અને બિહારમાં રામ નવમી પર હિંસા બાદ હવે ઓડિશાના સંબલપુરમાં મોટરસાઇકલ રેલી દરમિયાન હિંસા જાેવા મળી છે. બુધવારે ફાટી નીકળેલી હિંસામાં ૧૦ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

હિંસા બાદ સમગ્ર જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. આ હિંસા ત્યારે જાેવા મળી હતી જ્યારે રાજ્યમાં હનુમાન જયંતિના બે દિવસ પહેલા એટલે કે બુધવારે નીકળેલી મોટરસાઈકલ રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો હતો અને હંગામો શરૂ થયો હતો.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers