Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ધોલેરા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬મી એપ્રિલ યોજાશે

પ્રશ્નોની લેખિત રજૂઆત ૧૭ એપ્રિલ સુધીમાં મામલતદાર કચેરી, ધોલેરા ખાતે મોકલી આપવાની રહેશે

મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી, ધોલેરાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ધોલેરા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬/૦૪/૨૦૨૩ને બુધવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ધોલેરા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમદાવાદના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.

આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખિત રજૂઆત અરજદારશ્રીએ તા.૧૭/૦૪/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી, ધોલેરા ખાતે મોકલી આપવાની રહેશે.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયેલ ન હોય તો અરજી કરી શકશે.

આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોના જરૂરી આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આધાર વગરની અરજી ન હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક બાબતની રજૂઆત કરી શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતિ વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers