Western Times News

Gujarati News

હવાલાની વર્ધિ મારતા રીક્ષાચાલક પાસેથી 19 લાખ રોકડા મળ્યા

હવાલાની વર્ધિ મારતા ટંકારીયાના રીક્ષાચાલકને ૧૯ લાખની રોકડ સાથે ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ ભૂતકાળ સાથે હાલ વર્તમાનમાં પણ હવાલાકાંડમાં સતત ધુણતું રહ્યું છે.પ્રવર્તમાન વર્ષમાં ૫૪ દિવસમાં ત્રીજાે હવાલો પડ્યો છે. જેને સ્પેશ્યલ ઓપરેશન ગૃપે નાકામ કર્યો છે.

ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે ૪૦૦ રૂપિયાની વર્ધિ લઈ રૂપિયા ૧૯.૩૨ લાખ હવાલાના ડિલિવર કરવા જતાં ટંકારીયાના રીક્ષા ચાલકને ડિટેઈન કરી લેવાયો છે.

એન્ટીસોશ્યલ એક્ટિવિટી અને આર્થિક આપરાધાની ગતિવિધિઓ ઉપર ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સતત વોચ રાખી રહ્યું હતું.આ દરમ્યાન એસ.ઓ.જી પી.આઈ આનંદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એ.વી.શિયાળીયાની ટીમ વોચ રાખી રહી હતી.

આ દરમ્યાન હે.કો.અનિરૂદ્ધસિંહ અને નરેશભાઈને બાતમી મળી હતી કે ઓટો રીક્ષા મારફતે એક હવાલો પડવાનો છે.જેના પગલે શહેરના પાંચબત્તી સર્કલ ઉપર એસ.ઓ.જી એ વોચ ગોઠવતા બાતમીવાળી રીક્ષા જીજે ૧૬ એટી ૬૦૧૫ આવતા તેને અટકાવવામાં આવી હતી.ઓટોમાં તપાસ કરતા અંદર રહેલી એક બેગમાંથી રોકડા ૧૯.૩૨ લાખ મળી આવ્યા હતા.

જે અંગે ટંકારીયા નવી નગરી નાના પાદરમાં રહેતા રીક્ષા ચાલકને પૂછતાં તેણે એક વ્યક્તિએ હવાલાના આ રોકડા ભરેલી બેગ ડિલિવરી કરવા આપી હોવાનું કહ્યું હતું.એક મોબાઈલ નંબર આપી ૪૦૦ રૂપિયામાં રીક્ષા ચાલક ૧૯.૩૨ લાખ રોકડા પોહચાડવા નીકળ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.

એસ.ઓ.જી એ હવાલાના રોકડા,એક મોબાઈલ અને રીક્ષા મળી કુલ રૂપિયા ૨૦.૯૭ લાખ સાથે રીક્ષા ચાલક રફીક અલ્લી ઈબ્રાહીમ કોઢિયાની ૪૧ (૧) ડી હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.રીક્ષા ચાલકને લાખોનો હવાલો આપનાર કોણ હતો અને આ રોકડા કોણે આપવાના હતા સહિતની તપાસ હાથ ધરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં જ પાંચબત્તી ખાતેથી જ કાર માંથી હવાલાના ૫૦.૫૦ લાખ સાથે એકની ધરપકડ કરાઈ હતી.જ્યારે જાન્યુઆરી મહીનામાં પણ શક્તિનાથ સર્કલ ખાતેથી હવાલાના ૩૫ લાખ લઈ જતા કાર ચાલકને ઝડપી પડાયો હતો.હવાલા અંગે ઈડી અને ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટને પણ માહિતગાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.