Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા અને બહાર બેગમાં મૂકેલા ૯ મોબાઈલ ચોરાયા

ગાંધીનગર, આજે દરેકના હાથમાં મોબાઈલ જાેવા મળે છે. પરીક્ષા આપવા જતી વખતે પણ સ્કુલ-કોલેજના વિધાર્થી મોબાઈલ સાથે લઈને જતા હોય છે. સમર્પણ કોલેજમાં પરીક્ષા આપવા માટે કલાસરૂમમાં જતાં પહેલા વિધાર્થીઓએ પોતાના મોબાઈલ લોબીમાં મુકયા હતા જયાંથી મોબાઈલ મૂકેલી બેગ ચોરાઈ ગઈ હતી. આ મામલે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. The students went to take the exam and stole 9 mobile phones which were kept in a bag outside

ગાંધીનગરમાં સે-ર૮ ખાતે આવેલી સમર્પણ સાયન્સએન્ડ કોમર્સ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ ડો.રસીકભાઈ તન્નાએ નોધાવેલી ફરીયાદ મુજબ ૧૦ એપ્રિલે તેમની કોલેજમાં ફર્સ્ટ યર કોમર્સના વિધાર્થીઓની પરીક્ષા ચાલતી હતી. રૂમ ૧૦૯ અને ૧૦૭ માં પરીક્ષા રખાઈ હતી અને વિધાર્થીઓએ બપોરે ૧રથી૧.૩૦ દરમ્યાન પરીક્ષા આપી હતી. કેટલાક વિધાર્થીઓ વહેલું પેપર લખીને કલાસમાંથી બહાર આવ્યા હતા.

રૂમ નંબર ૧૦૧ની આગળની લોબીમાં એક બેગમાં વિધાર્થીઓએ મોબાઈલ મુકયા હતા. તેમણે બેગ ચેક કરી તો મોબાઈલ મળી આવ્યા ન હતા. વિધાર્થીઓઅના ૯ મોબાઈલ પરીક્ષા દરમ્યાન ચોરાયા હોવાનું જણાયું હતું. વિધાથીઓએ આ મામલે કોલેજના સંચાલકો સમક્ષ રજુઆત કરી હતી.

વિધાર્થીઓના મોબાઈલ કોઈ જાણભેદુ ચોરી ગયો હોવાની આશંકા છે. પરીક્ષા લેવાતી હોય ત્યારે કલાસ રૂમની લોબી સુધી પહોચવાનુેં કામ કોઈ અજાણી વ્યકિીત કરી શકે નહી. કોલેજ સત્તાધીશોએ આ મામલે આંતરીક તપાસ હાથ ધરવાની સાથે પોલીસ ફરીયાદ પણ દાખલ કરાવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers