Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદ કમિશ્નરે એસ્ટેટ ખાતાના અધિકારીઓનો ઉધડો લીધો

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, શહેરનાં જાહેર માર્ગો પર બિલ્ડીગ મટીરીયલ મુકી રાખવા સામે આકરા પગલાં લેવાનાં સરકયુલરનો અમલ કરવામાં બેદરકારી દાખવતા એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં અધિકારીઓની ઝાટકણી કાઢતાં કમીશન્રે એવુ સુણાવ્યું કે, મારી સાથે આવો જ એઅક રોડ પર આવી દસ જગ્યા બતાવું ! આ સાંભળી એસ્ટેટ અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ હતી

મ્યુનિ. સુત્રોનાં જણાવ્યા અનુસાર, કમીશ્નર એઅમ.થેન્નારસન વહીવટીતંત્રમા તમામ ખાતાને જવાબદાર અઅને ચેતનવંતુ બનાવવા જાતે વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લીધા બાદ સંબંધીત ખાતાઓ માટે સુચના જારી કરી છે. પરંતુ ખાઈબદેલા કર્મચારી અને અધિકારી તેનો અમલ કરવામાં ઘોર બેદરકારી દાખવી રહયાં છે.

આ બાબત કમીશન સારી રીતે સમજી રહયાં છે. સુત્રોએ કહયું કે, દરેકઝોન વોર્ડ અને વિભાગગના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરીઓ અને અધિકારીઓઅની કામગીરી સમીક્ષા માટે બુધવારે મળેલી બેઠકમાં કમીશ્નરે રોડ પર બિલ્ડીગ મટીરીયલ પડી રહે છે.

તેની સામે શું કાર્યવાહી કરી તેમજ અન્ય નિયમોના પાલન અંગે શું પગલા લીધા તેવો સવાલ કરતાંં એસ્ટેટ અધિકારીઓએ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. અને તેમાંય દક્ષીણ ઝોનનાં એસ્ટેટ અધિકારીનાં જવાબથી અકળાયેલા કમીશ્ન્રે એવું સુણાવ્યું કે, મારી સાથે આવો, એક જ રોડ પર દસ દસ જગ્યાએ મટીરીયલ પડી રહયું હોય તેવું બતાવું !

કમીશ્નરની નારાજગી પારખી ગયેલાં એસ્ટેટ અધિકારીઓ ચુપચાપ સાંભળી લેવાનું પસંદ કર્યંું હતુું. મ્યુનિ. સુત્રોએ કહયું કે, શહેરમાં વાયુ પ્રદુષણ રોકવા માટે કમીશનરેજે સુચના જારી કરી, તેનો પણ અમલ અધકચરો અને કમીશ્નરની આંખે પાટા બાંધવા જેવો થઈ રહયો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers