Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હેપ્પી ડેની ફોટોમાં એકબીજામાં ખોવાયેલા દેખાયા આલિયા-રણબીર

મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના પાવરફુલ અને બ્યૂટીફૂલ કપલમાંથી એક છે. પાંચ વર્ષના રિલેશનશિપ બાદ આ કપલે એપ્રિલ ૨૦૨૨ના રોજ સાત ફેરા લીધા હતા, જેમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ સામેલ થયા હતા. આ દિવસને આજે (૧૪ એપ્રિલ) જાેતજાેતામાં એક વર્ષ થઈ ગયું છે.

કપલ તેમની પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે ત્યારે નીતૂ કપૂર, સોની રાઝદાન અને રિદ્ધિમા કપૂર સહાનીએ તેમની તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરીને શુભેચ્છા પાઠવી છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતી આલિયાએ પણ કેટલીક અનસીન તસવીરો શેર કરી છે, જેમાં તેમના વેડિંગ ફંક્શન દરમિયાનની છે.

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જે પોસ્ટ શેર કરી છે, તેમાંથી પહેલી તસવીર હલ્દી ફંક્શન દરમિયાનની છે, જે પણ લગ્નના દિવસે જ યોજાયું હતું. તસવીરમાં એક્ટ્રેસને યલ્લો આઉટફિટમાં જાેઈ શકાય છે, આ સાથે તેણે માથામાં બોરો પહેર્યો છે અને વાળમાં સિમ્પલ હેરસ્ટાઈલ લઈને વ્હાઈટ કલરના ફૂલ લગાવ્યા છે.

બીજી તરફ રણબીર તેને ટાઈટ હગ આપી રહ્યો છે, જેણે વ્હાઈટ કૂર્તો-પાયજામો પહેર્યો છે. બંનેના કપાળમાં કંકુનું તિલક કરવામાં આવ્યું છે અને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બીજી તસવીર રણવીરે આલિયાને સાઉથ આફ્રિકાના મસાઈ મારા જંગલમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું તે દરમિયાનની છે. જેમાં બ્લૂ શર્ટ અને બેઝ કલરનું પેન્ટ પહેરને એક્ટર ઘૂંટણિયે બેઠો છે, તેણે આલિયાનો હાથ પકડી રહ્યો છે, તે થોડી ઈમોશનલ થઈ હોય તેમ લાગી રહ્યું છે.

ત્રીજી તસવીરમાં રણબીર એથનિક વેઅર તો આલિયા ઈન્ડો-વેસ્ટર્ન લૂકમાં છે. આ બ્લેક શ્ વ્હાઈટ તસવીર ડિસેમ્બર ૨૦૨૨માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ પર યોજવામાં આવેલી પાર્ટી વખતની છે. કેપ્શનમાં લખ્યું છે ‘હેપ્પી ડે’. તેના પર કોમેન્ટ કરતાં નતાશા પૂનાવાલા, મનિષ મલ્હોત્રા, મૌની રોય, બોસ્કો માર્ટિસ, ઈન્દિરા તિવારી અને ઝોયા અખ્ચરે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. આ સિવાય ફેન્સે પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.

આલિયા ભટ્ટના મમ્મી સોની રાઝદાને પણ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દીકરીના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે તેમણે લખ્યું છે ‘ગત વર્ષે આ દિવસે મારા વ્હાલાઓએ સારા અને ખરાબ દિવસો તેમજ ચડતી અને પડતીમાં હંમેશા એકબીજા સાથે રહેવાનું વચન આપ્યું હતું. તમને બંનેને એનિવર્સરીની શુભકામના.

આગળની તમારી જર્ની હંમેશા આનંદ સભર રહે તેવી પ્રાર્થના’. રણબીર કપૂરના મમ્મી નીતૂએ પણ લગ્નના વિધિ દરમિયાનની તસવીર શેર કરી છે અને લખ્યું છે ‘મારા સુંદર લોકોને હેપ્પી એનિવર્સરી, મારા ધબકારા, પ્રેમ અને આશીર્વાદ’. આ સિવાય એક્ટરની બહેન રિદ્ધિમાએ લખ્યું છે ‘રાહાના મમ્મી અને પપ્પાને પહેલી એનિવર્સરીની શુભકામના. આલિયા ભટ્ટને પહેલા જ રણબીર કપૂર પર ક્રશ હતો અને આ વાત તે ઘણા ઈન્ટરવ્યૂમાં કરી ચૂકી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers