Western Times News

Gujarati News

ખેરાલુ ડેપોના GSRTCના બસ ડ્રાઈવર પીરુભાઈને રાષ્ટ્રપતિ સન્માનિત કરશે

ગુજરાત સરકારના એસટી ડ્રાઈવરની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે થઇ પસંદગી, દિલ્લીમાં યોજાનાર સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે થશે તેમનું સન્માન

તેમની ૨૭ વર્ષની નોકરી દરમિયાન ક્યારેય રજા લીધી નથી. પ્રામાણિકતા, મુસાફરોની સલામતી તેમજ સુમેળભર્યો વ્યવહાર, ઓવરટાઈમ, વફાદારીપૂર્વક નોકરી, કોઈ અકસ્માતનો બનાવ નહીં તેવી તેમની વિશેષતા રહી છે.

ખેરાલુ ડેપોના એસટી બસ ડ્રાઈવર પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે પસંદગી થઈ છે. કહેવાય છે કે, “આળસુઓના પીરને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફીરને હિમાલય પણ નડતો નથી.” ત્યારે આ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી છે ખેરાલુના પીરૂ ભાઈએ.

ગુજરાત સરકારના એસ.ટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુભાઈ મીરની કહાની સાંભળીને તમે પણ કહેશો કે, બોસ આ કર્મનિષ્ઠની કર્તવ્ય પરાયણતાને વંદન છે. મૂળ વડનગરના વતની અને હાલ મહેસાણાના ખેરાલુ તાલુકામાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુભાઈ મીરની કહાની જાણવા જેવી છે.

પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે પસંદગી થઈ છે. ૧૮મી એપ્રિલે દિલ્લીમાં યોજાનાર સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે તેમનું સન્માન કરવામાં આવશે. મૂળ વડનગરના અને હાલ સતલાસણાના વાવ ખાતે રહેતા પીરુભાઈ છોટુભાઈ મીર અંકલેશ્વર, અંબાજી અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.