Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

“ભાભીજી ઘર પર હૈ” સિરીયલમાં આ નવા કલાકારની થઈ એન્ટ્રી

અનેક ટેલિવિઝન શો, ઓટીટી, કમર્શિયલ્સ અને મ્યુઝિક આલબમમાં દેખાયેલો ઈમરાન નઝીર ખાન એન્ડટીવીના મજેદાર કોમેડી શો ભાભીજી ઘર પર હૈમાં દેખાવા માટે સુસજ્જ છે. અભિનેતા વિભૂતિ નારાયણ મિશ્રા (આસીફ શેક)નો નાનો કઝિન ભાઈ અને ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો કેપ્ટન ટિમ્મીની ભૂમિકા ભજવતો જોવા મળશે.

આ પાત્ર ટિમ્મી વિશે બોલતાં ઈમરાન નઝીર ખાન કહે છે, “મારું પાત્ર ટિમ્મી સ્પોર્ટસમેન છે અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તે વિભૂતિનું બહુ માન રાખે છે, ,કારણ કે આરંભિક દિવસોમાં વિભૂતિએ જ તેને તાલીમ આપી હતી અને તેને લીધે જ કારકિર્દીમાં સફળ થયો છે.

તે કાનપુરમાં મેચ માટે આવે છે અને વિભૂતિ સાથે રહે છે. મોડર્ન કોલોનીમાં તેની હાજરીથી બધા જ મોહિત છે. તે અંગૂરી (શુભાંગી અત્રે)ને જુએ છે અને તેની નિર્દોષતાતેને ગમે છે અને તેની સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરે છે, જેને લીધે વિભૂતિને ઈર્ષા થાય છે.”

આ અત્યંત લોકપ્રિય શો ભાભીજી ઘર પર હૈમાં જોડાવા વિશે અભિનેતા વધુમાં કહે છે, “આ બહુ સુંદર તક હતી અને મને ભાભીજી ઘર પર હૈનો હિસ્સો બનવાની બેહદ ખુશી છે. હું નિયમિત શો જોતો હતો અને વિભૂતિ માટે સર્વકાલીન ફેવરીટ હતો.

મારા સપનામાં પણ મેં કલ્પના કરી નહોતી કે આ અદભુત શોનો ક્યારેક હિસ્સો બનવા મળશે અને આસીફ શેખ સર સાથે કામ કરવાનો મોકો મળશે. હું છેલ્લાં પાંચ વર્ષથી આ ઉદ્યોગનો હિસ્સો હોવા છતાં પહેલી વાર મારો પરિવાર એપિસોડમાં મને જોવા ઉત્સુક છે. તેઓ પણ આ શોનો ચાહકો છે.

નિઃશંક રીતે ભારતીય ટેલિવિઝન પર આ એક મોજીલો અને સૌથી રોમાંચક શોમાંથી એક છે અને તેથી તેનો હિસ્સો બનવા માટે પોતાને ભાગ્યશાળી માનું છું. દરેક કલાકારના કોમિક ટાઈમિંગ, વિચિત્ર અને રસપ્રદ પાત્રો ભજવવાનું મને ગમ્યું છે. “

Copyright © All rights reserved. | Developed by Aneri Developers