Western Times News

Gujarati News

આ અમારી માતૃભૂમિ છે, મૂળ સૌરાષ્ટ્રીયન હોવાનું ગૌરવ

સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોએ વતન માટે વ્યક્ત કર્યો અહોભાવ

સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી જન્મભૂમિમાં ફરી આવવાનો અવસર મળ્યો છે સિંહોને રૂબરૂ જોવા તે એક નવો જ રોમાંચ પેદા કરે છે

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમથી દેશના જુદા-જુદા કલ્ચર અને પરંપરાને જોડવાનું કામ થઈ રહ્યું છે

સંકલન – ક્રિષ્ના સીસોદિયા, રોહિત ઉસદડ

જૂનાગઢ તા.૧૮ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સદી પુરાણા સંબંધોને પુન: જીવંત કરતો સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેના જ ભાગરૂપે આજે આપણાં સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો આજે દેવળીય સફારી પાર્ક ખાતે સિંહ સહિતના વન્યપ્રાણીઓના દર્શન કર્યાં હતા. સાથે જ ગિરના પ્રાકૃતિક સૌંદર્યને પણ મનભરીને માણ્યું હતું.

આ તકે તેમણે પ્રતિભાવો આપતા પોતના પૂર્વજોની વતન સાથે પુન: જોડણ માટેનો રાજીપો પ્રગટ કર્યો હતો. સાથે જ એશિયાટિક લાયનને રૂબરૂ જોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સાથે ટૂરિસ્ટ ગાઈડ દ્વારા પણ હમવતનીઓને આવકારવા માટેનો ભાવ પ્રગટ કર્યો હતો.

આ અમારી માતૃભૂમિ છે, મૂળ સૌરાષ્ટ્રીયન હોવાનું ગૌરવ છે

આ અમારી માતૃભૂમિ છે મૂળ સૌરાષ્ટ્ર હોવાનું ગૌરવ છે, તેમ જણાવતા તમિલનાડુના ડીંડીગુલના નિવાસી અને સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થઈને દેવળિયા સફારી ખાતે સિંહ દર્શન માટે આવેલા શ્રી સંતોષકુમાર કહે છે કે, સદિયો પહેલા અમારા પૂર્વજો અહીંયાથી હિજરત પામી તમિલનાડુ સ્થાયી થયા હતા.

ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો ફરી અમારા મૂળ વતન સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થયો છે. દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીની એક ભારત, શ્રેષ્ઠ ભારતની નિર્માણની નેમને સાર્થક કરવામાં અદભૂત સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ એક સશક્ત માધ્યમ બન્યો છે.

શ્રી સંતોષકુમાર પોતાને ભાગ્યશાળી ગણાવતા કહે છે કે, દુનિયામાં સિંહોની આફ્રિકન અને એશિયાટિક લાયનની બે પ્રજાતિ જોવા મળે છે. જેમાંથી એક આજે એશિયાટીક લાઈનને જોવાની તક મળી છે. તેનો તેમણે આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી મોદીજીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિચારથી રાજ્યો વચ્ચે એક જોડાણ સ્થાપિત થઈ રહ્યું છે તમિલનાડુના સેલમમાં નિવાસ કરતાં શ્રી નાગરાજન કહે છે કે, સૌરાષ્ટ્રમાંથી ૧૦૦૦ વર્ષ પહેલાં અમારા પૂર્વજોએ વિદેશી આક્રમણના કારણે હિજરત કરવી પડી હતી. મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં ફરી-ફરી તમિલનાડુમાં સ્થાયી થયા હતા.

ત્યારે ફરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના હેઠળ ફરી અમારા વતન સાથે જોડાણ સાધ્યું છે. તેનો આનંદ પ્રગટ કરતાં તેઓ કહે છે કે, સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ, સાથે જ સફારી પાર્કમાં સિંહ સહિતના અન્ય પ્રાણીઓના દર્શન કરીને પણ આનંદિત છીએ.

તેઓ કહે છે કે, પ્રધાનમંત્રી શ્રી મોદીજીની એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિચારથી રાજ્યો વચ્ચે એક જોડાણ સ્થાપિત થઈ રહ્યું છે. જેથી એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણની પરિકલ્પના સફળ થશે. સાથે જ તેમણે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના ભવ્ય આયોજન અને સ્વાગત માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

સિંહોને રૂબરૂ જોવા તે એક નવો જ રોમાંચ પેદા કરે છે

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલનાડુના ત્રિચરાપલ્લીથી આવેલા અને બાયોટેકનોલોજી વિષયના પ્રોફેસર વી. શક્તિવેલ કહે છે કે, ઝૂમા તો સિંહ વગેરે અન્ય પ્રાણીઓ નિહાળતા હોય છે. પરંતુ પ્રાકૃતિક રીતે એક સાથે સિંહોને રૂબરૂ જોવા તે એક નવો જ રોમાંચ પેદા કરે છે. તેમને કહ્યું કે અહીંયા બહુવિધ સંસ્કૃતિના દર્શન થાય છે. સૌરાષ્ટ્ર-ગુજરાત તમિલનાડુ કલ્ચર જુદું છે. આમ, સાંસ્કૃતિક આદાન-પ્રદાનથી શીખવા ઘણું મળે છે.

ઈશ્વરીય કૃપા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારથી સૌરાષ્ટ્ર-તમિલ સંગમ જેવા અદભુત કાર્યક્રમ થઈ રહ્યો છે. જેના થકી એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર થઈ રહી છે, તેમ જણાવતા તેમને આ પ્રવાસ અને સરસ વ્યવસ્થાઓ માટે ગુજરાત સરકારનો આભાર પ્રગટ કર્યો હતો.

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમથી દેશના જુદા-જુદા કલ્ચર અને પરંપરાને જોડવાનું કામ થઈ રહ્યું છે

સૌરાષ્ટ્ર-તમિલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ચેન્નાઈથી આવેલા કુ. પી.આનિતા જોય કહે છે કે, અમારૂ ખૂબ ઉષ્માપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે. છેલ્લાં કેટલાક દિવસથી ઘરથી નીકળ્યા છીએ પરંતુ ઘરથી દૂર હોય તેવો ભાવ જાગ્યો નથી. અહીંયા એક પરિવારનો હિસ્સો હોય તેવું અનુભવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમથી દેશના જુદા-જુદા કલ્ચર અને પરંપરાને જોડવાનું કામ કરી રહ્યા છે. જેથી દેશના બધા રાજ્યોમાં લોકો વચ્ચે એક ભાઈચારાનું વાતાવરણ નિર્માણ થયું છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી જન્મભૂમિમાં ફરી આવવાનો અવસર મળ્યો છે

તામિલનાડુના કોઈમ્બતુર માં રહેતા વિગ્નેશ વાસુદેવ દેવળિયા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં જન્મેલા અને અહિ ધોરણ પાંચ સુધી અભ્યાસ કરનારા વિગ્નેશ હાલ કોઈમ્બતુર સ્થાયી થયા છે. તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમીલ સંગમ કાર્યક્રમ થકી જન્મભૂમિમાં ફરી આવવાનો અવસર મળ્યો છે. તામિલનાડુ અને ગુજરાતની સંસ્કૃતિમાં ઘણી સામ્યતા છે. પહેલી વખત એશિયાટિક સીંહ જોવાનો અનુભવ એ અદભુત છે એમ જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં વહિવટી તંત્ર, પ્રવાસન અને રેલવે સહિતના વિભાગોનું સુંદર આયોજન છે – ટી. ચીન્નારાજ

તામિલનાડુ રાજ્યના ત્રીચલ્લાપલ્લીના નિવાસી ટી.ચીન્નારાજે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ખૂબ જ સરસ આયોજન છે. તામિલનાડુ થી દુર અમને અહીં પોતાના પણું જ લાગે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ સંગમ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર, પ્રવાસન, રેલવે સહિતના વિભાગોનું સુંદર આયોજન છે.

તામિલ બાંધવોને સૌરાષ્ટ્ર ગુજરાતની સંસ્કૃતિથી અવગત કરવાનો આનંદ છે

– ટૂરિસ્ટ ગાઈડ ઇમરાન પઠાણ

તામિલ બાંધવોને સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ થી અવગત કરાવવાનો મોકો મળતા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. આજે અમારા માટે આ અવસર છે અને ખાસ દિવસ છે એમ દેવળીયા સફારી પાર્કમાં ઇકો ટુરીસ્ટ ગાઈડ તરીકે ફરજ બજાવતા ઇમરાન પઠાણ કહે છે.

તેમણે જણાવ્યું હતું કે સદીઓ પહેલા આક્રમણ દરમિયાન આપણા સ્થાનિક તામિલ બાંધવો સૌરાષ્ટ્રમાંથી હિજરત કરી અને અલગ અલગ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સ્થાયી થયા હતા. તમિલનાડુમાં એક કોલોની છે જે સૌરાષ્ટ્ર કોલોની તરીકે જાણીતી છે. તામિલનાડુમાં વસવાટ કરતા આપણા બાંધવોને તારીખ ૧૭ થી ૨૬ સુધી સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં આમંત્રિત કરાયા છે.

એ સંદર્ભે આજે દેવળિયા સફારી પાર્કમાં સૌરાષ્ટ્ર તમિલ બાંધવોને સિંહ દર્શન કરાવવાના છીએ.ગીર એ એશિયાટીક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. તેમણે ઉમેર્યું હતું મુક્તપણે સિંહને વિહરતા જોવા એક લ્હાવો છે.તમિલિયન બાંધવો ભગિનીઓને ગુજરાત – સૌરાષ્ટ્રની સંસ્કૃતિ થી અવગત કરવાનો અવસર મળ્યો એ માટે એમણે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી

 

આજના દિવસે હર્ષથી આંખો અને હ્રદય છલકાઈ જાય છે

– ટુરીસ્ટ ગાઈડ ભાવેશ લખલાણી

ભાવેશભાઈ લખાણી જેઓ ૧૭ વર્ષથી સાસણમાં ટુરીસ્ટ ગાઈડ તરીકે કામ કરે છે તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી બનવાનો અવસર એ ગૌરવપૂર્ણ બાબત છે.

તે     મણે કહ્યું હતું કે, આજના દિવસે હર્ષથી આંખો અને હદય છલકાઈ જાય છે. આજ થી હજારો વર્ષ પહેલાં સોમનાથ અને આ વિસ્તારોમાંથી વિસ્થાપિત થયેલા આપણા પરિવારજનો તમિલનાડુમાં સ્થાયી થયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસો અને સંકલનથી વર્ષો બાદ આપણા તમિલ બાંધવોનો મીલનનો અવસર બન્યો છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વર્ષો પછી સૌરાષ્ટ્ર તમિલ બાંધવોનું અહીં મિલન થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.