Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જંબુસરની ખાનગી હોસ્પિટલમાં આગ લગતા દોડધામ

(પ્રતિનિધિ)ભરૂચ, જંબુસરમાં રાતના સુમારે ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી.રાત્રીના સમયે હોસ્પિટલમાં ધુમાડા નજરે પડ્યા હતા જે બાદ વોર્ડમાં દોડધામ મચી હતી.જાેકે સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.આગનું કારણ શોર્ટસર્કીટ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

ભરૂચ જીલ્લાના જંબુસરમાં રાતના સુમારે ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી.રાતે ૧૦ વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં ધુમાડા નજરે પડ્યા હતા જે બાદ વોર્ડમાં દોડધામ મચી હતી.આગનું કારણ શોર્ટસર્કીટ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

સૂત્રો અનુસાર જનરલ હોસ્પિટલ જંબુસરમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.એ.સી.માં લાગેલી આગના કારણે ઘણા સર્જાઈ હતી.ઘટનાની ગંભીરતા પારખી હોસ્પિટલના ફાયરસેફટી સિસ્ટમ ઉપરાંત ફાયરબ્રિગેડને પણ મદદે બોલાવાયું હતું.

સમયસર દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડી લેવાતા ઘટનામાં કોઈ જાનહાની નોંધવાવા પામી નથી.સમાચાર વાયુવેગે નગરમાં ફેલાતા દર્દીઓના સગા સંબંધીઓના હોસ્પિટલ બહાર ટોળા એકત્રિત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ભરૂચમાં ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનામાં ૧૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો.ગતરાતની જંબુસરની ઘટના અંગે પોલીસે ચોપડે નોંધ કરી તપાસ હાથધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers