Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભલે મને જેલમાં નાખી દો, હું સત્ય સાબિત કરીને બતાવીશઃ યુવરાજસિંહ જાડેજા

અમદાવાદ, બિપીન ત્રિવેદી નામના શિક્ષક અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાના નજીકના ગણાતા વ્યક્તિ દ્વારા જ તેમના પર ડમી કાંડમાં નામ છૂપાવવાની શરતે ૧ કરોડ રૂપિયા લીધાનો આક્ષેપ મૂક્યો હતો. આ મામલે બિપીનની પોલીસે પૂછપરછ કર્યા બાદ યુવરાજસિંહને પણ તેડું આવ્યું છે.

યુવરાજસિંહને ભાવનગર ર્જીંય્ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. યુવરાજસિંહે આજે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. આ પહેલા તેમણે ટિ્‌વટ કરીને પોતાની વાત રજૂ કરી છે અને પોતે એક પણ રૂપિયો ના લીધાનું જણાવ્યું છે. યુવરાજે પોતાને મળે સમન્સ અંગે કટાક્ષ કરતા લખ્યું છે કે, ચાલો અધિકૃત રીતે ઘરે મામાનું તેડું આવી ગયું છે. ભાવેણાના જમાઈની સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે. યુવરાજસિંહે ટિ્‌વટ કરીને એક વીડિયો તથા પોતાને મળેલા સમન્સ શેર કર્યા છે.

યુવરાજસિંહ જણાવે છે કે મેં એક જાગૃત નાગરિક તરીકે મારી પાસે જે પણ માહિતી હતી તે સામે ચાલીને તમને આપી છે. સિસ્ટમ સામે સવાલ ઉભો કરતા યુવરાજસિંહ કહે છે કે, હવે તમે જ મને આ મુદ્દામાં અંદર ઘૂસાડવા માગો છો.. હું સ્પષ્ટ પણ માનું છું કે તમે તો સરકાર છો, સત્તાધિશ છો.. દિવસને રાત અને રાતને દિવસ સાબિત કરો એવા સક્ષમ છો.. જનતા આંખ બંધ કરીને કદાચ તમારું માની પણ લેશે, તમે તમારી ટ્રોલ આર્મીને પણ પાછળ લગાડી દેશો.

યુવરાજસિંહે પોલીસ સમક્ષ હાજર થતા પહેલા પોતાની વાત વીડિયોના માધ્યમથી સરકાર સામે આંગળી ચીંધીને ત્યાં સુધી કહી દીધું કે, પ્રતાડિત કરીને તમે કોઈની પાસે કંઈ પણ બોલાવી પણ લો.. પણ યાદ રાખજાે કે એનાથી જે હકીકત છે એ હકીકત બદલાઈ જવાની નથી.. જે ખોટું છે એ ખોટું જ રહેવાનું છે.

યુવરાજ વીડિયોમાં કહે છે કે હું તો ડંકાની ચોટ પર કહું છું કે મેં કોઈ પૈસા લીધા નથી.. આજે તમે ગમે તેવા આરોપ લગાવીને કંઈ પણ સાબિત કરો છો.. કરી શકો છો.. કદાચ મને જેલમાં પણ નાખી દો, પરંતુ હું સત્ય સાબિત કરીને બતાવીશ.. કોઈ પણ સંજાેગે. યુવરાજને IPC કલમ ૧૬૦ મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નવાપરા પોલીસ ઈન્સ્પેક્ટરની કચેરી ભાવનગર દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

જેમાં તેઓને તારીખ ૧૯ એપ્રિલે બપોરે ૧૨ વાગ્યે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ઈન્સ્પેક્ટરની કચેરી નવાપરામાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બિપીન ત્રિવેદીએ જેમના નામ લીધા હતા તેને યુવરાજસિંહ મળ્યા હોવાની વાત અગાઉ કબૂલી હતી પરંતુ તેમણે રૂપિયા લીધા ના હોવાનું જણાવીને જે વિગતો અને કૉલ લેટરની ડિટેઈલ્સ તેમને ડમી કાંડમાં મળી તે તેમણે ડૉ. હસમુખ પટેલને સોંપી હોવાનું જણાવ્યું હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers