Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઐતિહાસિક લાઈબ્રેરી ભાવનગર શહેરમાં છે

ભાવનગર, બાર્ટન પુસ્તકાલય ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા ભાવનગર શહેરમાં આવેલી એક અનન્ય પુસ્તકાલય છે. જેની સ્થાપના ૩૦ ડિસેમ્બર વર્ષ ૧૮૮૨ના દિવસે કરવામાં આવી હતી અને વર્ષ ૧૮૯૫ ના વર્ષમાં આ પુસ્તકાલયનું નવું ભવ્ય મકાન બાંધી લાઇબ્રેરી ત્યાં ખસેડવામાં આવી હતી.

મહાત્મા ગાંધી જ્યારે ભાવનગરમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે આ પુસ્તકાલયનો ઉપયોગ કર્યો હતો. ઇ.સ. ૧૯૩૬ ના વર્ષમાં આ પુસ્તકાલયમાં ૧૫,૯૮૦ પુસ્તકો હતા. જે ૨૦૦૪ સુધીમાં વધીને ૬૧૭૬૩ પુસ્તકો સુધી પહોંચ્યા હતા.

૨૦૦૯ ના વર્ષ દરમ્યાન પુસ્તકોનો આંકડો ૬૮,૦૦૦ને પાર કરી ચુક્યો હતો. ૨૦૧૨ ના વરસના અંતે આ આંકડો ૭૨,૦૦૦ અને ૨૦૧૫ માં ૭૫,૦૦૦ કરતા વધારે પુસ્તકો આ પુસ્તકાલયમાં હતા. બાર્ટન પુસ્તકાલયની મુખ્ય વિશેષતા એ છે કે તે દરેક વર્ગના વ્યક્તિઓના વાંચનની ભૂખ સંતોષે છે. જેમાં નાના બાળકોથી લઈને યુવાનો તેમજ વડીલોનો સમાવેશ થાય છે. બાર્ટન પુસ્તકાલય ૮૮,૦૦૦ થી પણ વધુ પુસ્તકોનો સંગ્રહ ધરાવે છે.

જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રજી, સંસ્કૃત , મરાઠી તેમજ કેટલીક હસ્તપ્રત પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. સભ્યોએ પુસ્તકાલયમાં જાેડાવા માટે નજીવી રકમ ચૂકવવી પડે છે. બાર્ટન લાઈબ્રેરીમાં હસ્તપ્રત પુસ્તકો, નવલકથાઓ, પવિત્ર ગ્રંથો, હાસ્ય પુસ્તકો, વાર્તા પુસ્તકો વગેરેનો સંગ્રહ છે. બાર્ટન પુસ્તકાલય માં “ગુજરાત નો નાથ”, “મધ્યબિંદુ” જેવી પ્રખ્યાત નવલકથાઓ પણ છે. પુસ્તકાલયમાં પવિત્ર ગ્રંથો જેવા કે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા, રામાયણ, મહાભારત, બાઈબલ, કુરાન વગેરેનો સમાવેશ થાય છે. પુસ્તકાલય કેટલાક કાર્ટુનના પરિકલ્પના ધરાવતા પુસ્તકો પણ ધરાવે છે કે જે બાળકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે.

બાર્ટન પુસ્તકાલયમાં ખુબજ રસપ્રદ એવા ‘અકબર બીરબલ’, ‘પંચતંત્ર ની વાર્તાઓ’, ‘વિક્રમ વેતાલ’, ‘બકોર પટેલની વાર્તા’ વિગેરે જેવા અસંખ્ય પુસ્તકોનો સમાવેશ થાય છે. બાર્ટન પુસ્તકાલય ૮૮,૦૦૦ થી પણ વધુ પુસ્તકોનો સંગ્રહ ધરાવે છે કે જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રજી, સંસ્કૃત , મરાઠી તેમજ કેટલીક હસ્તપ્રત પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. બાર્ટન પુસ્તકાલયની મુખ્ય વિશેષતા એ છે કે તે દરેક વર્ગના વ્યક્તિઓના વાંચનની ભૂખ સંતોષે છે. જેમાં નાના બાળકોથી લઈને યુવાનો તેમજ વડીલોનો સમાવેશ થાય છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers