Western Times News

Gujarati News

ભારતની વસતી વિશ્વમાં સૌથી વધુ ૧૪૨.૮૬ કરોડે પહોંચી

૧૪૨.૫૭ કરોડ વસતી સાથે ચીન બીજા ક્રમે, એક વર્ષમાં ભારતની વસતી ૧.૫૬ ટકા વધી, ૨૦૨૧માં થનારી વસતી ગણતરીમાં મહામારીને કારણે વિલંબ

નવી દિલ્હી, ભારતની વસતી હવે દુનિયામાં સૌથી વધુ થઈ ચૂકી છે. ચીનને ભારતને પાછળ છોડી આ સિદ્ધી મેળવી છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ના રિપોર્ટમાં આ માહિતી સામે આવી હતી. યુએનના રિપોર્ટ અનુસાર ભારતની વસતી ૧૪૨.૮૬ કરોડ થઈ ચૂકી છે.

જ્યારે ૧૪૨.૫૭ કરોડ સાથે ચીન બીજા ક્રમે છે. યુનાઇનેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (યુએનએફપીએ)ના રિપોર્ટમાં સામે આવ્યું કે ભારતમાં હવે ચીનની તુલનાએ આશરે ૨૯ લાખ લોકો વધારે છે.

યુએનના અહેવાલ અનુસાર એક વર્ષમાં ભારતની વસતી ૧.૫૬ ટકા વધી છે. યુએનએફપીએની ધી સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ ૨૦૨૩ શીર્ષક હેઠળના રિપોર્ટ અનુસાર ભારતી વસતી ૧.૪૨૮૬ બિલિયન છે. જાેકે ચીનની. ૧.૪૨૫૭ બિલિયન છે જે ૨.૯ મિલિયનનું અંતર ધરાવે છે. યુએનના અધિકારીઓએ કહ્યું કે ભારતની છેલ્લી વસતી ગણતરી ૨૦૧૧માં કરાઈ હતી અને ૨૦૨૧માં થનાર વસતી ગણતરીમાં મહામારીને કારણે વિલંબ થયો હતો.

યુએનઅનુસાર ભારત અને ચીન ૮.૦૪૫ બિલિયનની અંદાજિત વૈશ્વિક વસતીના એક તૃતીયાંશથી વધારે માટે જવાબદાર હશે. જાેકે બંને એશિયાઈ દિગ્ગજાેમાં વસતી વૃદ્ધિ ભારતની તુલનાએ ચીનમાં તેજ ગતિથી ધીમી રહી છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ગત વર્ષે છ દાયકામાં પહેલીવાર ચીનની વસતીમાં ઘટાડો થયો હતો.

યુએન ૧૯૫૦થી દુનિયામાં વસતી સંબંધિત આંકડા જાહેર કરે છે. ૧૯૫૦થી આ પ્રથમ વખત છે જ્યારે ભારતે વસતી મામલે ચીનને પાછળ કરી દીધું છે. યુએનના રિપોર્ટમાં જાણ થઈ કે આ ૬ દાયકામાં પહેલીવાર છે જ્યારે ચીનની વસતી ઘટી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.