Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કૂતરાઓથી ડરી ગયેલો દીપડો ઝાડ પર ચઢી ગયો

કૂતરાઓના ડરથી દીપડો ઝાડ પર ચઢી ગયો -અચાનક કૂતરાઓના ટોળાના આવવાથી દીપડો ડરી ગયો હતો અને તક જાેઈને તે નજીકના ઝાડ પર બેસી ગયો હતો

પીલીભીત,  ઉત્તર પ્રદેશના પીલીભીત ટાઈગર રિઝર્વના પુરનપુર વિસ્તારના એક ગામમાં કૂતરાઓથી ડરી ગયેલો દીપડો ઝાડ પર ચઢી ગયો હતો. ત્યાં જ ગ્રામજનોએ ઝાડ પર બેઠેલા દીપડાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હવે પીલીભીત ટાઈગર રિઝર્વનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.A Dog challange a Tiger in Pilibhit Tiger Reserve

મામલો પીલીભીતના પુરનપુર વિસ્તારના બંજતિયા ગામનો છે. અહીં જંગલમાંથી બહાર આવેલો દીપડો ગામના ખેતરોમાં જાેવા મળી રહ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અચાનક કૂતરાઓના ટોળાના આવવાથી દીપડો ડરી ગયો હતો અને તક જાેઈને તે નજીકના ઝાડ પર બેસી ગયો હતો. જાેકે આ સમગ્ર મામલાની ચર્ચા ગામમાં ફેલાઈ ગઈ હતી.

થોડી જ વારમાં ગામલોકોનું ટોળું સ્થળ પર એકત્રિત થઈ ગયું હતું. ત્યાં જ સમગ્ર મામલાની માહિતી મળ્યા પછી પુરનપુર સામાજીક વન્ય પ્રભારી વન અધિકારી કપિલ કુમાર ટીમ સાથે પહોંચીને મામલાની દેખરેખ રાખી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે સોશિયલ મીડિયા પર આવો વીડિયો સામે આવ્યો હોય.

આવરનવાર આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં વાઘ કે દીપડો વસ્તીવાળા વિસ્તારમાં ફરતા જાેવા મળી જાય છે. થોડા મહિના પહેલા શહેરથી ૧ કિલોમીટરથી પણ ઓછા અંતરે એક દીપડો જાેવા મળ્યો હતો. ત્યાં જ ઉત્તર પ્રદેશના પીલીભીત ટાઈગર રિઝર્વના અનુકૂળ વાતાવરણને કારણે અહીં વન્યજીવોની સંખ્યામાં અણધાર્યો વધારો સતત નોંધાઈ રહ્યો છે.

જ્યારે ૭૩,૦૦૦ હેક્ટરના આ વિશાળ જંગલને અડીને સેંકડો ગામો આવેલા છે. આવી સ્થિતિમાં ઘણી વખત તેઓ જંગલમાંથી બહાર નીકળીને વન્યજીવોની વસ્તીમાં ફરતા જાેવા મળે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers