Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આખરે હની સિંહનું થઈ ગયું ટીના થડાની સાથે બ્રેકઅપઃ તસવીરો ડિલીટ કરી

હની સિંહે પહેલી પત્ની શાલિની જાેડેથી છૂટાછેડા લીધા હતા તેને ભરણપોષણ પેટે એક કરોડ રૂપિયા આપ્યા હતા

મુંબઈ,  જાણીતો રેપર યો યો હની સિંહ ફરી એકવાર અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યો છે. જાન્યુઆરીમાં જ હની સિંહે ગર્લફ્રેન્ડ ટીના થડાની સાથેની રિલેશનશીપ ઓફિશિયલ કરી હતી. પરંતુ હવે ટીના અને હની સિંહના બ્રેકઅપના અહેવાલ આવી રહ્યા છે.

ટીના વ્યવસાયે એક્ટ્રેસ અને મોડલ છે જે કેટલાય પ્રોજેક્ટનો ભાગ રહી ચૂકી છે. હની સિંહ અને ટીના લગભગ એક વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હની સિંહ ડિવોર્સી છે. તેની પૂર્વ પત્નીનું નામ શાલિની તલવાર છે. ટીના અને હની સિંહના બ્રેકઅપની વાત કરીએ તો, બંનેનો સંબંધ તૂટી ગયો છે.

બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. એટલું જ નહીં બંનેએ સોશિયલ મીડિયા પરની એકબીજા સાથેની તસવીરો પણ ડિલીટ કરી નાખી છે. એવામાં મીડિયાના વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે ટીના અને હની સિંહ હવે કપલ નથી રહ્યા. હની સિંહ અને ટીના થડાનીએ ગત વર્ષે એપ્રિલ મહિનામાં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

હવે તેમણે રિલેશનશીપનો અંત આણ્યો છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, બંને અંગત જીવનમાં ખૂબ ભિન્ન છે. બંનેને તાલમેલ બેસાડવામાં તકલીફ થઈ રહી હતી એટલે જ ટીના અને હનીએ પરિપક્વ રીતે અલગ થવાનો ર્નિણય કર્યો હતો. હાલ બંને બ્રેકઅપની પીડામાંથી બહાર આવી રહ્યા છે.

દિલ તૂટ્યા પછી ટીના હવે કામ પર ફોકસ કરવા માગે છે. હાલમાં જ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં હની સિંહે બ્રેકઅપને લઈને ઈશારો કર્યો હતો. પોતાના આગામી આલ્બમને પ્રમોટ કરી રહેલા હની સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, આગામી રોમેન્ટિક આલ્બમ માટે ઘણાં ફેરફાર કરવા પડ્યા હતા કારણકે પહેલા હું પ્રેમમાં હતો અને હવે તે પ્રેમ રહ્યો નથી.

હની સિંહે ૨૦૧૧માં શાલિની તલવાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ગત વર્ષે બંનેએ ડિવોર્સ લઈ લીધા હતા. હની સિંહને ભરણપોષણ પેટે શાલિનીને એક કરોડ રૂપિયા પણ આપવા પડ્યા હતા. શાલિનીએ હની સિંહ પર ઘરેલુ હિંસા અને અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધવાના આક્ષેપ કર્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers