Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગુજરાતમાં સૌપ્રથમ અત્યંત જટિલ ફેફસાંનું પ્રત્યારોપણ મરેંગો સિમ્સ હોસ્પિટલમાં થયું

મરેંગો સિમ્સ હોસ્પિટલે ગુજરાતના પ્રથમ દ્વિપક્ષીય ફેફસાં પ્રત્યારોપણ દર્દીની સફળ રિકવરીની ઉજવણી કરી અને તેને પોતાના વતન પરત ફરતા પહેલા વિદાય આપી

• હોસ્પિટલનો ઉદ્દેશ્ય ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટના વ્યાપક પ્રોગ્રામ સાથે સંભાળના ધોરણને વધારવાનો છે, જે ભારતમાં ક્લિનિકલ શ્રેષ્ઠતામાં ઉત્કૃષ્ટ છે.

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ દ્વિપક્ષીય ફેફસાંના પ્રત્યારોપણના પ્રાપ્તકર્તા તમામ ટેસ્ટ બાદ પોતે સંપૂર્ણ ફિટ હોવાની ખાતરી મેળવ્યા પછી હવે પોતાના દેશ જવા માટે તૈયાર છે. 41 વર્ષીય સીરિયન નાગરિક અહમદ બગડતા ઇન્ટર્સ્ટિશિયલ લંગ ડિસીઝ (આઈએલડી અથવા ફેફસાંના ફાઇબ્રોસિસ)ના લીધે ત્રણ મહિના કરતાં વધુ સમયથી પથારીવશ હતા. તેમના પર આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. Marengo CIMS Hospital celebrates the successful recovery of Gujarat’s first-ever bilateral Lung transplant

મરેંગો એશિયા હોસ્પિટલ્સ સિમ્સ અને ફરીદાબાદની સંયુક્ત નિપુણતાથી રચાયેલી ફેફસાં પ્રત્યારોપણ ટીમનું નેતૃત્વ લંગ ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રોગ્રામ ડાયરેક્ટર ડો. કુમુદ ધિતલ ​​દ્વારા કરવામાં આવ્યું હતું. ડો. ધિતલને મરેંગો હોસ્પિટલ, ફરીદાબાદ, હરિયાણાની તેમની ટીમે સહાય પૂરી પાડી હતી જેમાં ડો. પ્રદીપ કુમાર,

ડિરેક્ટર-એનેસ્થેસિયા એન્ડ ક્રિટિકલ કેર, સીટીવીએસ અને હર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ, શ્રી પ્રવીણ દાસ, ચીફ પર્ફ્યુશનિસ્ટ સમાવિષ્ટ હતા. તેમને સિમ્સ હોસ્પિટલના સ્થાનિક એક્સપોર્ટ તરફથી પણ સપોર્ટ મળ્યો હતો જેમાં ડો. ધીરેન શાહ, ડિરેક્ટર ઓફ સીટીવીએસ અને હર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન, ડો. પ્રણવ મોદી, કન્સલ્ટન્ટ થોરેસિસ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને ડો. ધવલ નાયક, સિનિયર કન્સલ્ટન્ટ સીટીવીએસ અને હર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થતો હતો.

ડો. કુમુદ ધીતલ, ડો. ધીરેન શાહ, ડો. કેયુર પરીખ, ડો. પ્રદીપ કુમાર, ડો. કપિલ ઐયર, ડો. અમિત પટેલ અને ગુજરાત-રાજસ્થાનના રિજનલ ડિરેક્ટર શ્રી ગૌરવ રેખીએ પત્રકારોને સંબોધ્યા હતા અને તેમની સાથે પ્રશ્નોત્તરી કરી હતી.

દર્દીની અસ્થિરતા અને સામાન્ય નબળાઈને જોતાં, તેને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવાની જરૂર હતી અને પ્રોસીજરના 7 અઠવાડિયા પછી તેને રજા આપવામાં આવી હતી.

પ્રોટોકોલ મુજબ દર્દીએ રિહેબિલિટેશન, રિજેક્શન અને ઇન્ફેક્શન માટે મેડિકલ સર્વેલન્સ અને તેની જીવનશૈલી તથા જીવનભર લેવાની દવાઓ સાથે એડજસ્ટ થવા માટે જરૂરી સમયના કડક પોસ્ટ-ડિસ્ચાર્જ શેડ્યૂલનું પાલન કરવા માટે ઓપરેશન પછી ઓછામાં ઓછા 3 મહિના અમદાવાદમાં રહેવું જરૂરી હતું. અહમદ હવે પોતાના વતન પરત ફરવા માટે તૈયાર છે.

મરેંગો એશિયા હોસ્પિટલના પ્રોગ્રામ ડિરેક્ટર- લંગ ટ્રાન્સપ્લાન્ટેશન ડો. કુમુદ ધીતલે જણાવ્યું હતું કે, “અહમદને ફ્રાન્સના એક અંગત મિત્ર જે મધ્ય-પૂર્વમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ચલાવી રહ્યા હતા તેમના દ્વારા 2022ના જુલાઈમાં ઈન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ (આઈએલડી)ના પરિણામે થતા એડવાન્સ્ડ લંગ ફેલ્યોર સાથે મને રીફર કરવામાં આવ્યો હતો.

તેમને લાગ્યું કે અહમદને ભારતમાં સમયસર ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની વધુ સારી તક છે. અગાઉ પલ્મોનરી ફાઇબ્રોસિસ તરીકે ઓળખાતા આઈએલડી એ ડાઘ પેશી દ્વારા વર્ગીકૃત થયેલ એક રોગ છે જે ક્રમશઃ અને ઉલટાવી ન શકાય તે પ્રકારે સામાન્ય ફેફસાંને બદલે છે.

તે સામાન્ય રીતે શ્વાસની તકલીફ, થાક અને ઉધરસના લક્ષણો દર્શાવે છે, જેના પગલે છેવટે પૂર્ણ-સમયની ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય છે અને દર્દી થોડા સમય પછી હરવા-ફરવા માટે અસક્ષમ બની જાય છે. આમ થવાના કારણો અનેક છે, જેમ કે પારિવારિક, ઓટોઈમ્યૂન અને પક્ષીઓ અથવા જોખમી પદાર્થોના સંપર્કમાં આવવું.

ભારતમાં દર વર્ષે અંદાજે 10 લાખ કેસ નોંધાય છે. આ મુખ્ય કેસને પગલે અમદાવાદમાં ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ મૂલ્યાંકન માટે નિયમિત રેફરલમાં નોંધપાત્ર વધારો થયો છે. આટલી મોટી સહયોગી ટીમનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે. મારા ક્લિનિકલ સાથીદારો ઉપરાંત હું ક્રિટિકલ કેર નર્સો, ફિઝિયોથેરાપિસ્ટ્સ, ડાયેટિશિયન્સ અને અન્ય સંલગ્ન સ્ટાફનો તેમના કામ પ્રત્યેના તેમના નિરંતર સમર્પણ માટે વિશેષ આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું.

અહમદના કેસની જેમ ફેફસાંના સફળ પ્રત્યારોપણમાંથી પસાર થયેલા લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો જોવા મળે તે ખૂબ જ આનંદની વાત છે. અહમદ લગભગ સામાન્ય થઈ ગયો છે અને તેની સ્થિતિ સુધરવાનું ચાલુ રહેશે. હું ઈચ્છું છું કે તે તેના પરિવાર સાથે ઘરે સુરક્ષિત પાછો ફરે અને ફરી એકવાર તેના નાના બાળકો સાથે રમી શકે.

ફેફસાંનું પ્રત્યારોપણ એ તેમના માટે અત્યંત જટિલ પરંતુ પુરવાર થયેલી થેરપી છે જેમના માટે તબીબી ઉપચાર લાંબા સમય સુધી અસરકારક નથી. જો સમયસર લંગ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં લઈ જવામાં આવે તો ટ્રાન્સપ્લાન્ટેશન પછી વધુ સારા પરિણામ મળવાની અને લાંબા જીવનની ઊંચી શક્યતાઓ રહેલી છે.

મરેંગો સિમ્સ હોસ્પિટલના ડિરેક્ટર અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના એચઓડી ડો. ધીરેન શાહે જણાવ્યું હતું કે, “હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની સફળતા સાથે, જ્યાં અમે 40 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, અમે લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવા માટે એક વરિષ્ઠ ટીમ સાથે સજ્જ હતા

જેનાથી અમે અંગ પ્રત્યારોપણ માટે ઊભરતા સેન્ટર ઓફ એક્સિલન્સ તરીકે પોતાને રજૂ કરી શકીએ. લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને ખૂબ જ ઉચ્ચ સ્તરની ક્લિનિકલ શ્રેષ્ઠતાની જરૂર છે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ દ્વિપક્ષીય ફેફસાંના પ્રત્યારોપણની સફળતા સાથે, અમે હેલ્થકેરનો ચહેરો બદલવા માટેના પરિણામો લાવવા માટે ટીમ વર્ક સાથે ઘણાં સીમાચિહ્નો બનાવવા માટે તૈયાર છીએ.

આઈએલડી, સીઓપીડી અને પલ્મોનરી હાયપરટેન્શન સહિતના ફેફસાંના અદ્યતન રોગોથી પીડાતા દર્દીઓ માટે ફેફસાંનું પ્રત્યારોપણ એકમાત્ર આશા છે. તબીબી ઉપચાર સાથે પણ આ સ્થિતિઓ ક્રમશઃ બગડતી જાય છે. જાગૃતતાના અભાવે આ બીમારીની મોડેથી, વ્યવહારિક રીતે કહીએ તો છેલ્લા તબક્કે ખબર પડે છે. અમે આશા રાખીએ છીએ કે મરેંગો સિમ્સ હોસ્પિટલ ખાતે લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની સફળતા ફેફસાંના પ્રત્યારોપણ માટે વહેલા રેફરલ્સ તરફ દોરી જશે જેના પરિણામે વધુને વધુ લોકોના જીવન બચાવી શકાશે.”

મરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખે જણાવ્યું હતું કે, “ફેફસાં પ્રત્યારોપણ એ અંગ પ્રત્યારોપણની ઇકોસિસ્ટમમાં સૌથી નિર્ણાયક અને જટિલ સર્જરીઓમાંની એક છે. ગુજરાત રાજ્યમાં આ સૌપ્રથમ દ્વિપક્ષીય ફેફસાંના પ્રત્યારોપણની દસ્તાવેજી સફળતા સાથે, અમે માત્ર એક સીમાચિહ્નરૂપ જ નહીં પરંતુ હેલ્થકેરમાં એક ઉચ્ચ માપદંડ પણ સ્થાપિત કર્યો છે. ભારતના પશ્ચિમ વિસ્તારમાં અંગ પ્રત્યારોપણ માટેની શ્રેષ્ઠ હોસ્પિટલોમાંની એક તરીકે ઉભરી આવવાની પ્રતિષ્ઠા સાથે, અમે ફરી એકવાર અસાધારણ ક્લિનિકલ શ્રેષ્ઠતા અને અમારા સર્જનો અને ડોક્ટરો દ્વારા સજ્જ વૈશ્વિક નિપુણતા સાબિત કરી છે.”

મરેંગો એશિયા હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ ડો. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, “દરેક જીવન મહત્વપૂર્ણ છે, દરેક મિનિટ કિંમતી છે. આ ગુજરાતમાં સૌપ્રથમ ફેફસાંનું પ્રત્યારોપણ છે અને અમદાવાદમાં સફળ દ્વિપક્ષીય ફેફસાનું પ્રત્યારોપણ છે.

આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે જે ફેફસાંના પ્રત્યારોપણની જરૂર હોય તેવા લોકો માટે પસંદગીના કેન્દ્ર તરીકે મરેંગો સિમ્સ હોસ્પિટલનો પુનરોચ્ચાર કરવા માટે ઘણી વધુ સફળ અને નવીન પ્રક્રિયાઓ માટે માર્ગ મોકળો કરશે. ભારતમાં શ્રેષ્ઠ ફેફસાં પ્રત્યારોપણ નિષ્ણાંતોની ટીમ સાથે કામ કરીને, અમે એક માન્યતા પ્રાપ્ત હેલ્થકેર હોસ્પિટલ બની ગયા છીએ. ગુણવત્તાયુક્ત હેલ્થકેરની નવીન અને સફળ ડિલિવરીનો આ વધુ એક બેન્ચમાર્ક છે. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક નિપુણતા અને ક્લિનિકલ શ્રેષ્ઠતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને અંગ પ્રત્યારોપણમાં અગ્રેસર બનવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers