Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભાગમાં આવેલા પૈસા પિતાએ બીજાને આપી દેતા પુત્રએ ખૂન કરી લાશ દાટી દીધી

પુત્રની ધરપકડ-વૃધ્ધ ખેત મજુરની તેના પુત્રે જ હત્યા કરીને લાશને દાટી દીધી

મોરબી, ટેકારા તાલુકાના વાઘગઢ ગામે ૬૬ વર્ષીય વૃધ્ધ ખેતમજુર હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરાની બોથડ પદાર્થના ઘા મારીનેે હત્યા કરવા અંગે તેના પુત્ર પપ્પુની પોલીસે ધરપકડ કરી હતી. પિતાએ ભાગમાં આવેલા પૈસા અન્યને આપી દેતા ખૂન કર્યાની પુત્રે કબુલાત કરી હતી.

વાઘગઢ ગામની સીમમાં આવેલી રાજેશભાઈ નથુભાઈ રાણીયાની વાડીના વોકળા પાસેથી સોમવારેેેેે જમીનમાં દટાયેલી હાલતમાં વૃધ્ધ ખેતમજુર હીરાભાઈ વેસ્તાભાઈ લવરાની લાશ મળી આવી હતી. પોલીસેે લાશનેે ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટેે મોકી આપી હતી. જેમાં વૃધ્ધની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાયાનું ખુલ્યુ હતુ.

વાડી માલિક રાજેશભાઈ રાણીયાની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ખૂન અંગેે પીએસઆઈ હરેશભાઈ હેરભા અને તેના સ્ટાફના જીતુભાઈ પટેલ, ખાલીદખાન કુરેશી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી.

આ તપાસમાં મુતકનો પુત્ર પપ્પુ શંકાના દાયરામાં આવ્યો હતો. તેની અટકયાત કરીને પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો. અને પિતાની હત્યાની કબુલાત આપતા એવું જણાવ્યુ હતુ કેે પિતા સાથે વાડી વાવવાના ભાગમાં રાખી હતી. ભાગમાં આવેલા પૈસા પિતાએે અન્યને આપતા તેનેે સારૂ લાગ્યુ ન હોવાનું અને પિતા સાથે ઝઘડો થતાં માર મારતા વૃધ્ધ પિતાનુ મૃત્યુ નિપજ્યુ હતુ.

બાદમાં પીતાના મૃતદેહને દાટી દીધો હતો. પોલીસે સ્ટો રહસ્યમય હત્યાના બનાવનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીને પણ દબોચી લીધો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers