Western Times News

Gujarati News

બનાવટી માર્કશીટ કૌભાંડમાં ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા LCBને ગઈકાલે ઠાસરા તાલુકાના ડાકોરમાં બનાવટી માર્કશીતોનું વેચાણ થતું હોવાની મળેલી બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી જથ્થાબંધ સંખ્યામાં શંકાસ્પદ માગતો જપ્ત કરી હતી

જાેકે પકડાયેલા એક ઈસમ ની પૂછપરછ કરતા આ તમામ માર્કશીતો બનાવતી હોવાનું બહાર આવતા પોલીસે ડાકોર પોલીસમાં આ બાબતે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે અને અન્ય બે મળી કુલ ત્રણ સામે ગુનો નહોતી હાલમાં બે ની ધડપકડ કરી છે ડાકોરમાંથી ઝડપાયેલા શખ્સ પાસેથી SSC, HSC સહિત અન્ય નામાંકિત સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બોગસ?  ૬૦ માર્કશીટો, સર્ટીફીકેટ મળી આવ્યા છે ,

નેસ, થામણા અને ઉત્તરપ્રદેશના શખ્સ સામે ગુનો નોધી બેની અટકાયત કરી છે તેમની પૂછપરછમાં બનાવતી માર્કશીટ નો રેલો અન્ય ગામ શહેર સુધી જાય તો નવાઈ નહીં આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાંથી સમગ્ર રાજયને? હચમચાવી મુકતુ બોગસ? માર્કશીટ અને સર્ટીફીકેટનુ કૌભાંડ બહાર આવ્યું છે.
ગતરોજ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ એક વ્યક્તિને દબોચી સમગ્ર કૌભાંડ પરથી પડદો ઉચક્યો છે. જીજીઝ્ર, ૐજીઝ્ર સહિત

અન્ય ફીલ્ડના દેશની નામાંકિત સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બોગસ? માર્કશીટો અને? સર્ટીફીકેટ મળી આવ્યા છે. જેમાં ઠાસરાના નેસ, ઉમરેઠના થામણા અને ઉત્તરપ્રદેશના શખ્સ સામે ગુનો નોંધાયો? છે. આ પૈકી ઠાસરાના નેસના યુવાનની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ખેડા એલસીબી પોલીસના હાથે ડાકોરમાં સરકારી દવાખાના પાસેથી એક શંકાસ્પદ ઈસમ પકડાયો હતો.? જેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ કિરણભાઇ પ્રતાપભાઇ ચાવડા (ઉ.વ.૨૩ રહે. નેશ, તા.ઠાસરા) હોવાનું જણાવ્યું હતું.? તેની પાસે રહેલી એક બેગમાંથી શંકાસ્પદ માર્કશીટો અને કોલેજ પાસ કરેલાના સર્ટિફિકેટ મળી આવતાં પોલીસે આ કિરણને રાઉન્ડ અપ કરી પુછપરછ હાથ ધરી હતી.

કડક પુછપરછમાં કિરણ ભાંગી પડ્યો અને આ માર્કશીટો અને સર્ટીફીકેટ ફર્જી હોવાની કબૂલાત કરી હતી. તો વધુ પુછપરછમાં આ કિરણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેના રહેણાંક મકાનમાં પણ આ રીતના અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાના ડુપ્લીકેટ સર્ટીફીકેટ છે. જેથી પોલીસે ઘરે જઈને તપાસ કરતાં આ રીતના બનાવટી સર્ટીફીકેટ અને માર્કશીટો મળી આવી હતી.

જેમાં SSCના માર્કસીટ, પ્રોવિઝન સર્ટિફીકેટ, માઇગ્રેસને સટીફીકેટ કુલ- ૩૯ તથા ૐજીઝ્રના માર્કસીટ, પ્રોવિઝન સર્ટીફીકેટ, માઇગ્રેસન સર્ટીફીકેટ ફૂલ-૯, સ્વામી વિવેકાનંદ સુર્ભાથી યુનીવર્સીટી મેરઠ, યુ.પી, બી.એની માર્કશીટો કુલ-૩, બી.કોમ ની માર્કશીટો કુલ-૩ તથા બી.સી.એની માર્કશીટો કુલ ૬ મળી કુલ માર્કશીટ નંગ- ૬૦ કબ્જે કરાઈ હતી. આ તમામ માર્કશીટો કુરિયર દ્વારા મોકલાયેલી હોવાનું પોલીસનું અનુમાન છે.

આ બનાવટી માર્કશીટો અને સર્ટીફીકેટ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના થામણા ગામના નયનકુમાર જયેશભાઈ પરમાર મારફતે મળી હોવાની કબૂલાત કરી છે. અને ઉત્તરપ્રદેશના ડો. અખીલેશ પાન્ડેનાઓ પાસેથી મેળવ્યા હોવાની હકીકત પકડાયેલા કિરણે જણાવ્યું હતું.

વધુમાં આ સરકારી શૈક્ષણિક સંસ્થાના સર્ટીફીકેટની જરૂરીયાત ધરાવતા જુદા-જુદા ગામડાના વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી માર્કશીટ દિઠ અલગ અલગ જરૂરિયાત મુજબની રકમ લઇ પરીક્ષા પાસ કરેલ સર્ટી બનાવવામાં આવતા હતા. આર્થિક ફાયદા માટે આ ધિકતા ધંધા પર હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કિરણભાઇ પ્રતાપભાઇ ચાવડા, નયનકુમાર જયેશભાઈ પરમાર અને ઉત્તરપ્રદેશના ડો. અખીલેશ પાન્ડે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં કિરણ તેમજ નયન કુમારની પોલીસે કાયદેસરની ધડપકડ કરી છે અને કોર્ટમાં લઈ જઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.