Western Times News

Gujarati News

ભરૂચની દીકરીએ કરેલા કામની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ સ્થિત પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભરૂચના મહેમાન બન્યા હતા.આજે મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. The Chief Minister appreciated the work done by Bharuch’s daughter

કાર્યક્રમમાં હાજરી આપવા હેલિકોપ્ટર દ્વારા ભરૂચ પહોંચેલા ભુપેન્દ્ર પટેલ જીએનએફસી હેલિપેડ ખાતે પહોંચ્યા ત્યારે સીએમ સાથે એક બાળકી નજરે પડી હતી હતી તેજી સાથે થોડો સમય મુખ્ય પ્રધાને વાતચીત પણ કરી હતી.કાર્યક્રમ સ્થળે કાફલા સાથે રવાના થયેલા ભુપેન્દ્ર પટેલે આ ૯ વર્ષની બાળકીની પીઠ થપથપાવી હતી.આ બાળકી વિશે જાણીને તમને ચોક્કસ તેના માટે ગર્વની લાગણીનો અનુભવ થશે.

ભરૂચ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારૂતીસિંહ અટોદરિયા અને મહામંત્રી નિરલ પટેલના પ્રયત્નોથી ભરૂચના જીએનએફસી હેલિપેડ ખાતે મુખ્ય પ્રધાનને આવકાર આપનાર જિલ્લાના સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે એક ૯ વર્ષની બાળકી દુર્વા અંકિત મોદી પણ નજરે પડી હતી.

આ બાળકી ક્રમમાં સૌથી આખરે ઉભી હતી પણ આવકાર ઝીલતા આ બાળકી સુધી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ત્યારે તેમનું ધ્યાન સૌથી વધુ ૯ વર્ષની દુર્વા મોદીએ ખેંચ્યું હતું.દુર્વાએ ભુપેન્દ્ર પટેલને કહ્યું હતું કે ” ૧૦૦ દિસવમાં આપણી સરકારે ગુજરાતની સમસ્યા દૂર કરી છે, આપના પગલે ચાલી હું સમાજ માટે ઉપયોગી કર્યો કરવા માંગુ છું.આપના મને આશીર્વાદ આપશો” દૂર્વાની આખી વાત સાંભળી પીઠ થપથપાવી સીએમ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા.

દુર્વા આમતો અન્ય સામાન્ય બાળકો જેવીજ છે પણ તેણે નાનકડી ઉંમરમાં કેટલાક એવા કાર્ય કર્યા છે કે તે સરકારી કાર્યક્રમોથી લઈ ઘણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના કાર્યક્રમમાં મહત્વનું સ્થાન પામી ચુકી છે.

દુર્વા મોદી હાલ માત્ર ૯ વર્ષની છે.આ બાળકી નાનપણથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો તરફ ખુબ સંવેદનશીલ સ્વભાવ ધરાવે છે.આ સ્વભાવ તેણે પરિવારની દોરવણી કે પ્રોત્સાહનથી નહીં પણ કુદરતી મળ્યો છે.રસ્તા ઉપર ફરતા બાળકોને પોતાના અને નાના ભાઈના કપડાં ઉતારી પહેરાવી દેવા, ભીખ માંગતા નજરે પડતા બાળકો માટે શક્ય તેટલી મદદ કરવી અને પોતાના દરેક જન્મદિવસની ઉજવણીને ગરીબ બાળકોને સમર્પિત કરવાનો દુર્વા ઈતિહાસ ધરાવે છે.

ગત વર્ષે કોરોનાકાળમાં ઘણા લોકોની આથી સ્થિતિ ડામાડોળ થઈ હતી. અંક્લેશ્વની કન્યાશાળામાં ૪૦ બાળકીઓના પરિવાર સ્કૂલ ફી જમા કરાવી શકાય ન હતા.આ બાબતે શાળાએ ડેટા શોધવાનું શરૂ કરતા દુર્વાએ ડોનેશન બોક્સ બનાવી રોડ ઉપર ફરી ૧ મહિનામાં ૪૦ વિદ્યાર્થીઓની એક નહીં પરંતુ ૨ વર્ષની ફીની રકમ એકઠી કરી શાળાને સોંપી બાળકોને અભ્યાસને અસર ન પડે તે માટે વચન લીધું હતું.

કોરોનકાળમાં દિવસો સુધી વેપાર રોજગાર ઠપ્પ રહ્યા હતા.દુર્વાએ ટીવીમાં ર્નિવસ્ત્ર બાળકોને જાેયા હતા.શાળા અને મિત્રોનું ગ્રુપ બનાવી દરેક બાળકના ઘરેથી નવા કપડાં, ચોકલેટ અને ભાવતા ભોજનની ભેટ એકઠી કરી ભરૂચ ર્જીંય્ ની મદદથી ૧૦૦ થી વધુ બાળકોને આ ભેટ આપવામાંઆવી હતી. આ કેમપેઇન દુર્વાએ ઉપાડ્યું હતું જે ખુબ સફળ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.