Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ૧ લાખની લાંચ લેતા ઝડપાયા

(પ્રતિનિધિ) ભરૂચ, મિટિંગમાં બિલના પેમેન્ટ માટે રૂપિયા ૨.૫૦ લાખની માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત જણાવવામાં આવેલ કે દિલ્હીથી ESIC માં નોકરી કરતા સોનુ નામનાનો ફોન આવશે અને તેના કહ્યા પ્રમાણે પેમેન્ટની વ્યવસ્થા કરવાની રહેશે. Medical Superintendent of ESIC Hospital caught taking bribe of 1 lakh

અંકલેશ્વર સ્થિત ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અવધેશકાન્તકુમાર રૂપિયા ૧ લાખની લાંચ લેતા વડોદરા પોલિસના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા છે.સ્થાનિક હોસ્પિટલનું સંચાલન સંભાળ્યા પછી પાસ થયેલા બિલની રકમ ની ચુકવણી માટે આ અધિકારીએ લાંચ માંગી હતી.

રૂપિયા અઢી લાખની માંગણી કર્યા પછી રૂપિયા ૧ લાખ સ્વીકારતા તે એસીબીના છટકામાં ઝડપાયા હતા.ઉલ્લેખનીય છે કે ૫૫ વર્ષીય અવધેશ કાંત કુમાર રામ શંકર બિમલ, વર્ગ -૧ અધિકારી છે જે ESIC સંચાલિત હોસ્પિટલમાં મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટની ફરજ બજાવતા હતા.

અંકલેશ્વરની હોટલના રૂમમાં લંચની રકમ સ્વીકારતી વખતે એન્ટી કરપશન બ્યુરોની ટીમે રેડ કરી લાંચિયા અધિકારીની ધરપકડ કરી છે.મૂળ દિલ્લીના રહેવાસી આ અધિકારી ટૂંકા સમયગાળાથી અંકલેશ્વરમાં ફરજ બજાવી રહ્યા હતા.

ફરિયાદ અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ પદ્મસિધ્ધા હોસ્પિટલે વર્ષ ૨૦૨૨ માં ESIC હોસ્પિટલ સાથે એમ.ઓ.યુ કર્યા હતા.જે એમ.ઓ.યુ અંતર્ગત ESIC હોસ્પિટલ તરફથી રીફર થયેલ દર્દીઓને સંપુર્ણ કેસલેશ સારવાર આપવાની હોય છે અને જેના બીલોનું પેમેન્ટ એમ.ઓ.યુ પ્રમાણે ESIC હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા કરવાનું રહે છે.પદ્મસિધ્ધા હોસ્પિટલે અત્યાર સુધી અંદાજીત ચાર કરોડ રૂપિયાના બીલો રજુ કર્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers