Western Times News

Gujarati News

સેલ્ફી લેવાના ચક્કરમાં એક મોટા અધિકારીને પોતાનો જીવ ગુમાવ્યો

અમિત સૈની કેદારનાથ હેલીપેડના નિરીક્ષણ માટે કેસ્ટ્રેલ એવિએશનના હેલીકોપ્ટરથી કેદારનાથ ગયા હતા

કેદારનાથ,  ઉત્તરાખંડના કેદારનાથમાં એક એવી ઘટના સામે આવી છે, જેની પાછળનું કારણ બેદરકારી માનવામાં આવી રહ્યું છે. સેલ્ફી લેવાના ચક્કરમાં એક મોટા અધિકારીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

ઉત્તરાંખડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (ેંઝ્રછડ્ઢછ)ના ફાઈનાન્શિયલ કન્ટ્રોલર જિતેન્દ્રકુમાર સૈનીનું મોત થઈ ગયું. તેઓ સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે હેલીકોપ્ટરના પાછળના પંખા (ટેલ રોટર)ની ઝપેટમાં આવી જતા તેમની ગરદન કપાઈ ગઈ અને તેમનું મોત થઈ ગયું. કેદારનાથ યાત્રા શરૂ થયા પહેલા બનેલી આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કેદારનાથ યાત્રા ૨૫ એપ્રિલથી શરૂ થઈ રહી છે.

In a horrifying freak incident, the finance controller of Uttarakhand Civil Aviation Development Authority (UCADA), Amit Saini, was decapitated by a helicopter’s tail rotor blade while getting down from the chopper. #CharDhamYatra2023

વહીવટી તંત્ર તરફથી અપાયેલી જાણકારી મુજબ, રૂદ્રપ્રયાગમાં ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ પ્રાધિકરણના ફાઈનાન્શિયલ કન્ટ્રોલર અમિત સૈનીની ગરદન હેલીકોપ્ટરના બ્લેડથી કપાઈ જતા તેમનું મોત થઈ ગયું.

અમિત સૈની કેદારનાથ હેલીપેડના નિરીક્ષણ માટે કેસ્ટ્રેલ એવિએશનના હેલીકોપ્ટરથી કેદારનાથ ગયા હતા. હેલીપેડ પર ઉતરતી વખતે હેલીકોપ્ટરની બ્લેડની ઝપેટમાં આવી જવાથી તેમનું મોત થયાની વાત કહેવાઈ છે. આ ઘટના બની ત્યારે ઉત્તરાખંડ સિવિલ એવિએશનના સીઈઓ પણ ત્યાં હાજર હતા.

૨૫ એપ્રિલથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા માટે તૈયારીઓ પૂરી કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ સરકાર સતત આ દિશામાં કામ કરી રહી છે. તો, હેલીકોપ્ટર સેવાને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. હેલીપેડ પર જામેલા બરફને હટાવાયો છે.

યુસીએડીએના અધિકારી હેલીપેડનું નિરીક્ષણ કરવા કેદારનાથ પહોંચ્યા હતા. ઉત્તરાખંડ સરકારે કેદારનાથ ધામની યાત્રાને લઈને રવિવારે એક એલર્ટ પણ જારી કર્યું હતું. તેમાં કહેવાયું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ અને બરફ પડી રહ્યો છે. તેને જાેતા શ્રદ્ધાળુઓને અનુરોધ કરાયો છે કે તેઓ સાવચેત રહે અને હવામાનના પૂર્વાનુમાનના આધારે પોતાની યાત્રા શરૂ કરે.

૨૫ એપ્રિલે બાબા કેદાનનાથના કપાટ ખૂલવા જઈ રહ્યા છે, જેને લઈને વહીવટી સ્તર પર તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ મંદિર સમિતિ પણ કેદારનાથ મંદિરને શણગારવાનું કાર્ય કરી રહી છે. બધા વિભાગ પોત-પોતાના તરફથી તૈયારીઓમાં લાગી ગયા છે. તો, તીર્થયાત્રીઓની સુવિધા માટે હેલીકોપ્ટર સુવાઓ પણ ધામ પહોંચી ગઈ છે. કેદારનાથ માટે ડીજીસીએએ આ વખતે નવ હેલીકોપ્ટર સેવાને મંજૂરી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.