Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હિટવેવની સાથે ૨૬ અને ૨૭ એપ્રિલે કમોસમી વરસાદની આગાહી

ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ તો કેટલાક ભાગોમાં ગરમીનું જાેર વધવાની શક્યતાઓ છે

અમદાવાદ,  એક તરફ હિટવેવની આગાહી સાથે હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. આગામી ૨ દિવસ હિટવેવની આગાહી કરી છે, અને તારીખ ૨૬ અને ૨૭ એપ્રિલ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં પશ્ચિમ-ઉતર અને પશ્ચિમના પવન ફૂકાઈ રહ્યા છે. અને બીજી બાજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થય રહ્યુ છે. રાજ્યમાં ધીમે ધીમે તાપમાન વધી રહ્યુ છે. અને બપોર થતા કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કે આગામી ૩થી ૪ દિવસમાં મહત્તમ તાપમાન ૨થી ૩ ડિગ્રી વધી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન ૪૧થી ૪૩ ડિગ્રી પહોચી જવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ સાથે કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ૨૩ અને ૨૪ એપ્રિલના રોડ કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

જે બાદ ૨૬ અને ૨૭ એપ્રિલના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૬ એપ્રિલના બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં થંન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. અને ૪૦ કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની સંભાવના છે.

૨૭ એપ્રિલના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ,ભાવનગર, બોટાદમાં થંન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. અને ૪૦ કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યના હવામાનમાં પલટા આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે મે મહિનાના બીજા અઠવાડિયાથી ભારે આંધી-વંટોળ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

રાજ્યમાં વિશિષ્ટ વાતાવરણ જાેવા મળી રહ્યુ છે. ઉનાળાની શરુઆતથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ખેડુતો પરેશાન થઈ રહ્યા છે. કૃષિ પાકને પણ નુકસાન થઈ રહ્યુ છે. હજી એપ્રિલના એન્ડમાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

તો બીજી બાજુ મહત્તમ તાપમાન વધશે. જેના કારણે ગરમીનો પ્રકોપ પણ વધવાનો છે. હિટવેવની સ્થિતિમાં ૧થી ૪ વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નિકળવું જાેઈએ તેવી સલાહ આપવામાં આવે છે. આ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું જાેઈએ જેથી કરીને શરીર ડિહાઈડ્રેટ ના થાય. તેમજ કમોસમી વરસાદમાં પણ ભારે પવન કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે. ત્યારે તૈયાર પાકને યોગ્ય જગ્યા પર રાખવો જાેઈએ

Copyright © All rights reserved. | Developed by Aneri Developers