Western Times News

Gujarati News

પૂર્વ વિસ્તારમાં બહુમાળી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ બનશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનના શાસકોએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને નામશેષ કર્યા બાદ હવે એલ.જી.હોસ્પીટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. તેથી એલ.જી.હોસ્પીટલમાં નવા તબીબો અને પેટા મેડીકલ સ્ટાફની ભરતી કરવા માટે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. સાથે સાથે શારદાબેન હોસ્પીટલને પણ તોડી પાડી પૂર્વ વિસ્તારમાં નવી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ તૈયાર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ંફંડમાંથી કાર્યરત થયેલ એસવીપી હોસ્પીટલ માટે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલનું કદ ઓછું કરવામાં આવ્યુ છે. હાલ ૧૧ર૦ બેડમાંથી માત્ર પ૦૦ બેડથી જ હોસપીટલ ચાલી રહી છે. જેમાં કેટલાંક જરૂરી વિભાગો બંધ કરવામાં આવ્ય્‌ છે. એસવીપી હોસ્પીટલ પર સંપૂર્ણપણે મેટનો કબજા છે.

શેઠ વી.એસ.હોસ્પીટલને નામશેષ કરવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પીટલને પણ તોડી પાડવામાં આવશે. તથા પૂર્વ પટ્ટામાં બહુમાળી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ બનાવવામાં આવશે. મ્યુનિસિપલ હોસ્પીટલ કમિટિના ચેરમેન દેવાગભાઈ દાણીના જણાવ્યા અનુસાર અશોક મીલની જગ્યા પર દસ માળની મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ તૈયાર થશે.

જ્યારે હયાત શારદાબેન હોસ્પીટલના બિલ્ડીંગને તોડી પાડવામાં આવશે. હોસ્પીટલનું બિલ્ડીંગ જર્જરીત થઈ રહ્યુ હોવાથી તેને તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. નવી હોસ્પીટલમાં આગામી ૩૦ વર્ષનું આયોજન થશે. ભવિષ્યનીછ વસ્તી અને સ્વાસ્થ્યને સંબંધિત જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને નવી હોસ્પીટલ બનાવવામં આવશે.

નવી શારદાબેન હોસપીટલ પણ મેટ સંચાલિત રહેશે. અલ.જી. હોસ્પીટલમાં દર્દીઓની વધી રહેલી સંખ્યાને લક્ષમાં લઈ નવા તબીબો અને પેટા મેડીકલ સ્ટાફની ભરતી કરવામાં આવશે. પેરા મેડીકલ સ્ટાફ આઉટ સો‹સગ દ્વારા લેવામાં આવશે.

એસવીપી હોસ્પીટલમાં જેનેરીક દવાઓનો સ્ટોર્સ કાર્યરત છે જેમાં હાલ માત્ર ઓપીડીના દર્દીઓને જ દવા આપવામાં આવશે. ટૂંક સમયમાં જ ઈન્ડોર પેશન્ટને પણ જેનેરીક દવાઓ મળે એવી વ્યવસ્થા શરૂ કરવામાંં આવી રહી છે. એસવીપી હોસ્પીટલમાં પણ દર્દીઓનો ધસારો જાવા મળી રહ્યો છે તથા હોસ્પીટલ લગભગ ૧૦૦ ટકા કાર્યરત થઈ ગઈ છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.