Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

IPL મેચ દરમિયાન એવું તે શું કર્યું કોહલીએ કે પત્ની અનુષ્કા શરમાઈ ગઈ

virat kohli

પત્ની અનુષ્કા શર્મા શરમાઈ ગઈ હતી

આઈપીએલની મેચ દરમિયાન પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી હતી

 

બેંગ્લોર, વિરાટ કોહલી એવા ખેલાડીઓમાંથી એક છે જે પોતાની લાગણીઓને છુપાવતો નથી. વિરાટ જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે મેદાન પર તેના ચહેરા પર તે સ્પષ્ટ દેખાઈ આવે છે. ટીમને વિકેટ મળે કે પછી કેચ પકડ્યા બાદ વિરાટનો ઉત્સાહ ઘણો હોય છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ipl ૨૦૨૩ની ૩૨મી મેચમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કંઈક આવું જ થયું. RCB VS RR IPL 2023

વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે યશસ્વી જયસ્વાલનો કેચ પકડ્યો હતો. ક્રિઝ પર યશસ્વી અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન તેણે હર્ષલ પટેલના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ બેટ પર બરાબર ના આવ્યો અને લોંગ ઓન પર ઊભેલા વિરાટ કોહલીના હાથમાં ગયો.

આ કેચ લીધા બાદ વિરાટ કોહલી સ્ટેન્ડ તરફ વળ્યો અને ફ્લાઈંગ કિસ આપી. આ જાેઈને પત્ની અનુષ્કા શર્મા પણ હસવાનું રોકી શકી નહીં. આ ipl સિઝનમાં અનુષ્કા દરેક હોમ મેચ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જાેવા મળી છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના અનેક ફોટોઝ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જાેઈ શકાય છે કે વિરાટ કોહલીએ ચાલુ મેચમાં ઓડિયન્સમાં બેઠેલી પત્ની અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ આપી છે.

આ જાેઈને એક્ટ્રેસ શરમથી લાલ થઈ ગઈ અને હસવા લાગે છે. સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાના આ બોન્ડિંગની જાેરદાર ચર્ચા થઈ રહી છે. આ કેચ પકડ્યા બાદ વિરાટ કોહલીએ મેદાનમાં બેઠેલી પત્ની અનુષ્કા તરફ ફ્લાઈંગ કિસ આપી હતી. કોહલીની આવી હરકત પર તેને શરમ આવી હતી અને હસી પડી હતી.

આઈપીએલ ૨૦૨૩ની ૩૨મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) સામે ૭ રને હારનો સામનો કરવો પડ્યો. મેચમાં રાજસ્થાનને ૧૯૦ રનનું લક્ષ્ય મળ્યું હતું. આ તેની ટૂર્નામેન્ટમાં સતત બીજી હાર છે. રાજસ્થાનને જીતાડવા માટે રવિચંદ્રન અશ્વિને છેલ્લે ઘણો પ્રયાસ કર્યો પણ તે ૧૨ રને આઉટ થઈ ગયો. તે આઉટ થતા જ તેની દીકરી ભાવુક થઈને રડી પડી હતી.ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers