Western Times News

Gujarati News

GCCIની વેતન વધારાને 15% સુધી મર્યાદિત રાખવા સરકારને માંગણી

શ્રમિકોને પગાર વધારાનો હક આપવાનો ઉદ્યોગોના સંગઠન દ્વારા ઈનકાર કરાયો –સરકારની જાહેરાતનો છેદ ઉડાડી દીધો

વેતનમાં ૨૫% ના વધારા સામે GCCIને વાંધો પડ્યો વેતન વધારાને ૧૫% સુધી મર્યાદિત રાખવાની માગણી

અમદાવાદ, ગુજરાત સરકારે શ્રમિકો માટેનાં લઘુત્તમ વેતનના દરમાં ૨૫% નો વધારો કર્યો છે, ત્યારે ઉદ્યોગોના સંગઠન GCCIએ આ વધારા સામે વાંધો દેખાડ્યો છે. ઉદ્યોગોએ વેતનના દરમાં વધારાને વધુ પડતો ગણાવતા ઘણી ચિંતાઓ વ્યક્ત કરી છે.

તો સામે શ્રમ સંગઠનોએ વેતનમાં વધારાને અપૂરતો ગણાવતા ઉદ્યોગોના દાવાનો છેદ ઉડાડી દીધો છે.
ખેત મજૂરો, બાંધકામ ક્ષેત્રના શ્રમિકો તેમજ અન્ય ઉદ્યોગોના કામદારોના લઘુત્તમ વેતનમાં રાજ્ય સરકારે ૨૫ ટકાનો વધારો કર્યો છે. GCCI demands government to limit wage hike to 15%

રાજ્ય સરકારે આ માટે ૨૭ માર્ચના રોજ પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જે પ્રમાણે બિનકુશળ કામદારો માટેનું દૈનિક લઘુત્તમ વેતન હાલના ૩૬૩ રૂપિયાથી વધીને ૪૫૦ રૂપિયા થશે. એટલે કે શ્રમિકોનું માસિક વેતન ૧૧ હજાર રૂપિયાથી વધીને ૧૩ હજાર ૫૦૦ રૂપિયા થશે. શ્રમિકો માટે આ રાહતના સમાચાર છે. પરંતુ બીજી તરફ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ ( GCCI ) આ વેતનમાં ૨૫ ટકાના વધારા સામે વાંધો ઉઠાવ્યો છે.

ચેમ્બરના અગ્રણીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને લઘુત્તમ વેતનમાં વધારો ૧૫ ટકા પૂરતો મર્યાદિત રાખવા કહ્યું છે. તેની પાછળ ઉદ્યોગોમાં અનિશ્વતતાના માહોલનું કારણ અપાયું છે. GCCI ના પ્રમુખ પથીક પટવારીએ જણાવ્યું કે,GCCIનું માનીએ તો લઘુત્તમ વેતનમાં એક હદથી મોટો વધારો થશે, તો ઉદ્યોગોની હાલત કફોડી બનશે અને શ્રમિકોમાં બેરોજગારી વધશે. જેને જાેતાં GCCIએ લઘુત્તમ વેતનમાં ક્રમિક રીતે વધારો કરવાની માગ કરી છે.

જાે કે મજૂર સંગઠનો લઘુત્તમ વેતનમાં વધારાને અર્થતંત્ર માટે ફાયદાકારક ગણાવ્યો છે.GCCIએ જ્યાં લઘુત્તમ વેતનમાં વધારાના દરને ફુગાવાના દર કરતા વધારે ગણાવ્યો છે, ત્યાં મજૂર સંગઠને તો હાલના વેતન વધારાને પણ ઓછો ગણાવ્યો છે. મજૂર સંગઠનના અગ્રણીઓનું માનીએ તો કાયદા પ્રમાણે વેતનમાં આ વધારો ૨૦૧૯થી લાગુ થવો જાેઈતો હતો.

વાત શ્રમિકોની નીકળી જ છે તો શ્રમિકોને લગતી કેટલીક માહિતી જાણવી પણ જરૂરી છે. ગુજરાતમાં અંદાજે અઢી કરોડ કામદારો છે. જેમાંથી ૫૦ લાખ કામદારોને જ કાયદા પ્રમાણે લઘુત્તમ વેતન મળે છે. આમાંથી ૩૩ લાખ કામદારો સ્ટાન્ડર્ડ કંપનીમાં રોજગારી મેળવે છે.

બાકીના ૨ કરોડ કામદારોની બાબતમાં લઘુત્તમ વેતનના કાયદાનું પાલન નથી થતું. મજૂર સંગઠનના અગ્રણીઓનું માનીએ તો અમદાવાદમાં મોટાભાગના શ્રમિકોને કાયદા પ્રમાણે લઘુત્તમ વેતન નથી મળતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.