Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ટીવી એક્ટ્રેસ શીન દાસે રોહન રાય સાથે લગ્ન કરી લીધા

દિશા સાલિયાનના ફિઆન્સે અને એક્ટર રોહન રાયે લગ્ન કરી લીધા

કાશ્મીરની વાદીઓમાં લીધા સાત ફેરા

આખરે લગ્ન કરી લીધા છે

મુંબઈ,એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહી ચૂકેલી દિશા સાલિયાનના ફિઆન્સ અને એક્ટર રોહન રાયે લગ્ન કરી લીધા છે. રોહન રાયે ‘પિયા અલબેલા’ સીરિયલની એક્ટ્રેસ શીન દાસ સાથે સાત ફેરા લીધા છે. શીન દાસ અને રોહન રાયે કાશ્મીરની વાદીઓમાં ફક્ત પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા છે. TV actress Sheen Das got married to Rohan Rai

૨૦૨૦માં દિશા સાલિયાનનું મોત થયું ત્યારે રોહન રાય ખૂબ ચર્ચામાં આવ્યો હતો. દિશાના મોતના ત્રણ વર્ષ પછી હવે તે શીન દાસ સાથે નવું જીવન શરૂ કરી રહ્યો છે.શીન કાશ્મીરી દુલ્હન બની હતી. તેણે લાલ રંગનો લહેંગો પહેર્યો હતો અને તેમાં જરી વર્ક કરવામાં આવ્યું હતું. પોતાની સંસ્કૃતિની ધ્યાનમાં રાખીને શીને એક ટ્રેડિશનલ કાશ્મીરી હેડસ્કાર્ફ પહેર્યો હતો.

આ સિવાય જ્વેલરીની વાત કરીએ તો તેણે સોના અને કુંદનનો હાર પહેર્યો હતો, હાથમાં લાલ ચૂડો હતો અને હળવો મેકઅપ કર્યો હતો. કાશ્મીરી દુલ્હન તરીકે શીન ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ તરફ રોહને સફેદ રંગની શેરવાની અને માથે પાઘડી પહેરી હતી. શીનની ફ્રેન્ડ અને એક્ટ્રેસ પારુલ ચૌહાણે લગ્નનો ખાસ વિડીયો શેર કરીને નવદંપતીને શુભકામના આપી હતી.

શીને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની હલ્દી સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેણે પીળા રંગનો લહેંગો પહેર્યો હતો. વળી, રોહને પીળા રંગનો કુર્તો અને સફેદ પાયજામો પહેર્યો હતો. બંનેની જાેડી ખૂબ સુંદર લાગી રહી હતી.ઉલ્લેખનીય છે કે, શીન દાસ અને રોહન રાયની મુલાકાત સીરિયલ ‘પિયા અલબેલા’ના સેટ પર થઈ હતી.

રોહને અગાઉ અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તે અને શીન કાશ્મીરમાં લગ્ન કરશે કારણકે શીનના માતાપિતા કાશ્મીરના છે અને તેમનું ત્યાં ઈમોશનલ કનેક્શન જાેડાયેલું છે.રોહને એવો પણ ખુલાસો કર્યો હતો કે, તે અને શીન સાથે કામ કરતા હતા ત્યારે પ્રેમમાં નહોતા પડ્યા.

તેમની વચ્ચે મિત્રતા હતા પરંતુ શો પૂરો થયા પછી સંપર્ક ઓછો થઈ ગયો હતો. જાેકે, દિશા સાલિયાનના મોત પછી શીન અને રોહન વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ હતી અને ધીમે-ધીમે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જણાવી દઈએ કે, સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયાને કથિત રીતે જૂન ૨૦૨૦માં આત્મહત્યા કરી લીધી હતી. દિશાના મોત પછી રોહન તેના પરિવારની કાળજી લઈ રહ્યો છે. આ વાત સામે શીનને કોઈ વાંધો નથી તેમ કપલે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers