Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોરનું કામ બુલેટ ગતિએ

અમદાવાદ, મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોરનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ સાબરમતી ખાતે મલ્ટી મોર્ડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થઇ રહ્યું છે. કોરોડોરીનું કામ પણ બુલેટ ગતિએ ચાલી રહ્યુ છે. મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર કુલ ૫૦ કિલોમીટરના નદી પરના બ્રિજ વાયડક્ટ અને ૧૮૦ કિલોમીટર ફાઉન્ડેશન પૂર્ણ થયું છે. Mumbai-Ahmedabad High Speed Rail Corridor

મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ નદી પરના બ્રિજ માટે ૫૦ કિલોમીટરનો વિશાળ અને તે ભાગના લોખંડના ગર્ડર્સ મૂકીને બીજાે માઇલસ્ટોન સિદ્ધ કર્યો છે. ૫૦.૧૬ કિલોમીટર નદીના બ્રિજ પૂરા કર્યા છે. જે વડોદરા પાસે ૯.૧ કિલોમીટરનો સળંગ બ્રિજ સમાવે છે અને ૪૧.૦૬ કિલોમીટરના જુદા-જુદા લોકેશન પર ઊભા કર્યા છે.

૨૮૫ કિલોમીટર લાંબો પાઇલ બનાવવામાં આવ્યો છે. ૨૧૫.૯ કિલોમીટરનું ફાઉન્ડેશન તૈયાર કર્યું છે અને ૧૮૨.૪ કિલોમીટરમાં ખાંભાનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ગર્ડર્સ કસ્ટિંગ કુલ ૧૮૮૨ ગાર્ડર્સ ૭૫.૩ કિલોમીટરના ઉમેરવા માટે ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત અને દાદરાનગર હવેલીના ૮ જિલ્લામાંથી પસાર થતી સમગ્ર રેલવે લાઇનનું કન્સ્ટ્રક્શન વર્ક પૂરજાેશમાં ચાલુ છે. વાપીથી સાબરમતી વચ્ચેના ૮ હાઇસ્પીડ રેલ્વે સ્ટેશન પર બાંધકામ વિવિધ તબક્ક હેઠળ છે.

સુરત ખાતે ૨૫૦ મીટર રેલ્વે લેવલ સ્લેબ, ૧૫૦ મીટરનો આણંદ ખાતે અને ૫૦ મી.નો બીલીમોરા ખાતે હાઇસ્પીડ રેલવે સ્લેબ તૈયાર કરવામાં આવ્યો છે. મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર પર આણંદ/નડિયાદ હાઈસ્પીડ રેલનું પ્રથમ સ્ટેશન છે.

જ્યાં રેલવેને જાેડતા ૪૨૫ કિલોમીટરની લંબાઈના નાના રસ્તા સ્ટેશનના પ્રથમ લેવલ પૂર્ણ કરાયા છે. હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં અમદાવાદ ખાતે નાના રસ્તાનું લેવલ સ્લેબ ૬૦ મીટર છે અને સુરત ખાતે ૩૦૦ મીટરનું કન્સ્ટ્રક્શન વગેરે તૈયાર કરવામાં આવ્યું છે. નર્મદા, તાપી, માહી અને સાબરમતી પર બ્રિજનું કામ પ્રગતિમાં છે. એક પ્રથમ સળંગ બ્રિજ જાન્યુઆરી ૨૦૨૩માં પૂરો કર્યો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers