Western Times News

Gujarati News

મ્યુનિ.ના ચીફ સીટી પ્લાનર ચૈતન્ય શાહ CMOમાં OSD તરીકે નિમાયા

મ્યુનિ.ના એસ્ટેટ-ટીડીઓ ખાતાના બે એસ્ટેટ ઓફીસર અને વોર્ડ ઈન્સ્પેકટરોના રાજીનામાંની ચર્ચા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.નાં એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં સિનીયર અને કર્મનિષ્ઠ અધિકારી ચૈતન્ય શાહની કામગીરીને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનાં કાર્યાલયમાં ખાસ ફરજ ઉપરનાં અધિકારી તરીકે તેમની નિમણુંક કરી છે.

એસ્ટેટ-ટીડીઓ ખાતામાં ફરજ બજાવતાં ચૈતન્ય શાહ ચીફ સીટી પ્લાનર તરીકે નિવૃત્ત થયા પછી પણ મ્યુનિ.કમીશ્નર અને ચૂંટાયેલી પાંખે તેમને કોન્ટ્રાકટર ઉપર નિમણુંક આપી ચીફ સીટી પ્લાનરની જવાબદારી સોપી હતી. દરમ્યાન કમીશનરની આંખે ચડી ગયેલમ બે એસ્ટેટ ઓફીસર અને બે વોર્ડ ઈન્સ્પેકટરોએ રાજીનામાં ધરી દીધા હોવાની વિગતો જાણવા મળી છે. અલબત્ત, આ અંગે કોઈ હરફ ઉચ્ચારવા તૈયાર નથી.

સુત્રોએ કહયું કે, મુખ્યમંત્રી કાર્યાલયમાં ટાઉન પ્લાનીગ સ્કીમ અને સીટી પ્લાનીંગ અંગે જાણકાર અને પ્રમાણિક અધિકારીની જરૂરીયાત હતી. સોમવારે રાજય સરકારમાંથી ચૈતન્ય શાહની ખાસ ફરજ ઉપરના અધિકારી ઓએસડી તરીકે નિમણુંક કરાઈ હતી. આ નિમણુંકપત્રમાં શાહને મુખ્યમંત્રીના હોદાની મુદત સુધી અથવા તેઓ ઈચ્છે ત્યાં સુધી એ બે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી કરાર આધારીત નિમણુંક અપાઈ છે.

મ્યુનિ.સુત્રોએ કહયું કે, અમદાવાદ શહેરની હદ વિસ્તાર વધ્યા બાદ ચીફ સીટી પ્લાનર તરીકે ચૈતન્ય શાહની જવાબદારી વધી ગઈ હતી અને હવે તેમની નિમણુંક સીએમઓમાં થતાં ચીફ સીટી પ્લાનરની મહત્વની જગ્યા ખાલી પડશે, જેના માટે સીનીયર અધિકારી રમેશભાઈ દેસાઈ દાવેદાર ગણાય છે.

બીજી બાજુ મ્યુનિ.કમીશ્નર એમ.થેન્નારસને છેલ્લા કેટલાક સમયથી એસ્ટેટ-ટીડીઓ ખાતા ઉપર ધોસ વધારી દેતાં કેટલાયનાં બ્લડપ્રેશર વધી ગયાં છે. અત્યાર સુધી કમીશ્નર અને ડે.કમીશ્નરને ઉઠા ભણાવી પોતાનો વહીવટ યથાવત રાખનારા કેટલાય અધિકારી વર્તમાન કમીશ્નરનાં તાપથી પીગળી રહયં છે. અને રાજીનામાંનો દોર શરૂ થયો છે.

સુત્રોએ કહયું કે ઉત્તર ઝોનનાં ડે.એસ્ટેટ ઓફીસર ચંદનસિંહ બિલવાલને તો કમીશ્નરે અને ત્યારબાદ ડે.કમીશ્નરને શો કોઝ ફટકારી તે પછી વધુ તપાસ અને પગલાનો સામનો કરવાને બદલે તેમણે રાજીનામું ધરી દીધું છે. તેવી જ રીતે નવા ઝોનનાં ડે.એસ્ટેટ ઓફીસર મુકેશભાઈ પટેલે પણ કામના ભારણનું કારણ આગળ ધરી રાજીનામું આપી દીધું છે. આ સિવાય બે વોર્ડના ઈન્સ્પેકટરોએ પણ રાજીનામાં ધરી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.