Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રમતા રમતા ચોથા માળેથી પટકાયેલી ૩ વર્ષની બાળકીનો ચમત્કારીક બચાવ

Files Photo

દાહોદ, રામ રાખે તેને કોણ ખાતે એ ઉકંતિને સાર્થક કરતો કિસ્સો દાહોદમાં સામે આવ્યો છેે જેમાં એક ત્રણ વર્ષીય બાળકી રમતા રમતા બહુમાળીયા ૪ માળેે થી નીચે પટકાતા તેના માતા-પીતા તેમજ આસપાસના લોકોનો જીવ પડીકે બંધાઈ ગયો હતો.

જાે કે ત્યારબાદ તાબડતોબ આ બાળકીને દાહોદના ઝાયડ્‌સ હોસ્પીટલ ખાતેેે ખસેડવામાં આવી હતી. ત્યાં હાજર રહેલ તબીબોએે તમામ પરીક્ષણો કર્યા બાદ આ બાળકીને માત્ર માથામાં ઈજા થતાં સારવાર કરાઈ હતી. આ બનાવમાં આ ત્રણ વર્ષીય બાળકીનો બચાવ એ એક પ્રકારની ચમત્કારીક ઘટનાથી ઓછી નથી.હાલ બાળકી સારવાર હેઠળ છે.

દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં આવેલી એક બહુમાળીયા બિલ્ડીંગના ચોથા માળ પર રહેતા પરિવારની ત્રણ વર્ષીય બાળકી ગતરોજ બપોરના સમયે લોબીમાં રમી રહી હતી. તેની માતા ઘરકામમાં વ્યસત હતી. તે દરમ્યાન આ બાળકી રમતા રમતા બિલ્ડીંગના ચોથા માળેથી નીચે જમીન પર પટકાતા ચીસથી લોકોના શ્વાસ થંભી ગયા હતા.

આ ઘટનાની જાણ માતા-પિતાને થતા તાબડતોબ પહો/ચ્યા હતા. જ્યાં તેના માથામાંથી લોહી નીકળતા ઈજાગ્રસ્ત બાળકીનેેેે તાબડતોબ ઝાયડસ હોસ્પીટલ ખાતે સારવારાર્થે લાવવામાં આવી હતી. ફરજ પરના હાજર તબીબોએ આ બાળકીનાી પ્રાથમિક સારવાર કર્યા બાદ બાળકીને મગજમાં કોઈ ગંભીર ઈજા તો નથી થઈને. તેની ખરાઈ અંગે સીટી સ્કેન કરવા માટે એક કલાકની રાહ જાેવી પડશે. તેમ જણાવ્યુ હતુ.

આ સાંભળતાની સાથે જ તેના માતા-પિતાના ચહેરા પર પુનઃ એક વખત ચિંતાના વાદળો ઘેરાઈ જવા પામ્યા હતા. બાદમાં આ અંગે ઝાયડસ એડીમિનિસ્ટ્રેશનમાં વાત કરતા ગણતરીની મીનીટોમાં જ આ બાળકીનું સીટી સ્કેન કરી રીપોર્ટ આ બાળકીની સારવાર કરનાર તબીબ સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો.

જ્યાં બાળકીની સારવાર કરનાર તબીબે તમામ રીપોર્ટ અને બાળકીની સારવારની ખરાઈ કર્યા બાદ આ બાળકીને માત્ર માથામાં જ ઈજા થવાથી બાર જેટલા ટાંકા લઈ તેની સારવાર કરી દેવામાં આવી હતી. આમ, ચોથા માળેથી પટકાયેલી ફૂલ જેવી બાળકીનો ચમત્કારીક બચાવ થયો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers