Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમરેલીના ગામમાં સિંહ-દિપડા કરતા કૂતરાનો વધુ ભય

પ વર્ષના બાળકને શ્વાન ટોળકીએ રપ બચકા ભરી લોહીલુહાણ કર્યું !

અમરેલી, બગસરા તાલુકાના સમઢીયાળા ગામની સીમમાં હિંસક બનાનેલી શ્વાન ટોળકીએ એક માસમાં આઠ બાળકોને ઘાયલ કર્યા બાદ પણ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આજે આ શ્વાન ટોળકીએ વધુ એક પાંચ વર્ષના બાળકને રપ બટકા ભરી ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. In the village of Amreli more fear of dogs than lions and leopards

શ્વાન ટોળીના વધુ એક હુમલાની એક ઘટના બગસરાના સમઢીયાળા ગામના બાબુભાઈ કસવાળાની વાડીમાં બની હતી. અહીં તેમની વાડીમાં ખેત મજુરીનુ કામ કરતા પાંચ વર્ષના બાળક સુનિલ નાથુભાઈ ડામોેર નામના બાળક પર આજે સીમમાં હિંસક બનેલા શ્વાનની ટોળી તૂટી પડી હતી. આ બાળકને દૂર ખેંચી જઈ રપ જેટલા બટકા ભરી જઈ અને નહોર મારી લોહીલુહાણ કરી દીધુ હતુ.

ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર માટેેે પ્રથમ બગસરા દવખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. છેલ્લા એક માસથી અહીં શ્વાન ટોળીનો આતંક છે. અને અત્યાર સુધીમાં ૯ બાળકોને ઘાયલ કર્યા હોવા છતાં તંત્ર દ્વરા કોઈ દરકાર લેવાઈ નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers