Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગાંધીનગર મ્યુનિસીપલ કમિશ્નરે દબાણ-સફાઈ કામગીરીની પોલ ખોલી

શાખા અધિકારીઓને નિયમીત ફિલ્ડ વિઝિટ કરવાની સૂચના અપાઈ

ગાંધીનગર, ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં સફાઈ કામગીરીની અનિયમીતતાથી નાગરીકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ સાથે દબાણ શાખાની નિષ્ક્રીયતાના કારણે નાના-મોટા હોડીગ્સથી માંડીને કાચા પાકા દબાણો સતત વધી રહયા છે. Gandhinagar Municipal Commissioner’s surprise visit opens pressure-cleaning operation

રખડતા પશુઓની સમસ્યાથી કોઈ વિસ્તાર બાકાત નથી. સામાન્ય નાગરીકોને કનડી રહેલી સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસ હાથ ધરતાં મ્યુનિ. કમીશ્નરે કુડાસણની સરપ્રાઈઝ વીઝીટ લીધી હતી. તેમની આ મુલાકાત દરમ્યાન સેનેટીસશન દબાણ ઈજનેરી બાગાયત સીએનસીડી શાખાના અધિકારીએ પણ સાથે હતા.

મ્યુનિ.સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુકત કમીશ્નર જેે.એન વાઘેલાએ મોનીગ ડ્રાઈવ શરૂ કરી છે. જે અંતર્ગત વિવિધ શાખાના અધિકારીઓને ફિલ્ડ વિઝીટ કરવા માટે સુચના આપવામાં આવ્યું છે. આ કામગીરીના નિરીક્ષણ માટે માન. કમીશ્નર જે.એન. વાઘેલા, ડે.મ્યુ.કમીશ્નર કેયુર જેઠવા તેજબ સીટી ઈજનેર ભરત પંડયાએ સોમવારે કૃડાસણની મુલાકાત લીધી હતી.

વિવિધ સેવાઓ તથા સુવિધાઓની ગુણવત્તાની ખાતરી કરવા માટે કમીશ્નરે સેનેટેશન ઈજનેરી દબાણ બાગાયત અને સીએનસીડી શાખાના અધિકારીઓને સાથે રાખીને સ્થળ મુલાકાત કરી હતી. અને જરૂરી સુચનાઓ આપી હતી. ગાંધીનગરમાં રખડતા પશુઓની સમસ્યા કાબુ હેઠળ હોવાના દાવાની પોલ ખોલતા દૃશ્યો જાેવા મળ્યા હતા.

જેના પગલે જાહેર જગ્યા પર સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા સરગાસણ-અને કુડાસણ વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવા સીએનસીડી શાખાને સુચના અપાઈ હતી.

રીલાયન્સ ચોકડીથી લઈને કુકરવાડા નાગરીક બેક સુધીના વિસ્તારમાં ડિવાઈડરમાં વાવવામાં આવેલા ફુલ-છોડ અનેઝાડનું યોગ્ય ટ્રીમીગગ કરવા બાગાયત ખાતાને સુચના અપાઈ હતી. રીલાયન્સ ચોકડીથી કુડાસણ સુધી રોડ વચ્ચે અને આજુબાજુના અનઅધિકૃત હોડીગ્સ દુર કરવાની સુચના દબાણ ખાતાને આપવામાં આવી હતી.

જેમાં ત્વરીત કાર્યવાહી કરીને તાત્કાલીક ધોરણે ૧૯ર હોડીગ્સ દુર કરવામાં આવ્યા. ફુટપાથ પર બિનજરૂરી કચરો અને પ્લાસ્ટિકનો નિકાલ કરવાની સુચના આપવામાં આવી તેમજ ગંદકી કરતા એકમો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત ટવીનબીન નિયમીત ખાલી કરવા માટે સુચના સેનીટેશન શાખાને સુચના અપાઈ હતી. સામાજીક માળખાગત સુવિધા માટે ટીપી-૭૯ એફપી ૬ર જાે મેળવવો તથા ટીપી સ્કીમ ૪માં એફપી ૧૪૭માં સામાજીીક માળખાગત સુવિધા માટે પ્લોટમાં ટાઉનહોલ બનાવવા કબજાે મેળવવા કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી.

તેમજ ૩૦ મીટરના રોડ પર કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં વાહનોના પાર્કીગ માટે રોડની સાઈડનો ઉપયોગ થતો હતો. જેના કારણે ટ્રાફીકને અડચણ પડતી હતી અને અવ્યવસ્થા સર્જાતી હતી. બેઝમેન્ટમાં ગાડીઓનું પાર્કીગ કરાવવા મ્યુુનિ. કમીશ્નરને સુચના આપી હતી.

આમ છતાં રોડ પર વાહન મુકાય તો ટોઈગ કરાવવા માટેની સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત કમીશ્નરે સુચિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાઈટ પર પણ વિઝીટ કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers