Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નળિયાવાળા ખખડપચમ મકાનમાં ચાલતી કોલેજને અંતે તાળા મારવાનો આદેશ

રાજકોટ, શહેરમાં નળિયાવાળા ખખડધજ મકાનમાં ચાલતી કોલેજને અંતે તાળા મારવા આદેશ કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેશનલ કોલેજ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કોલેજને ક્રમશ બંધ કરવા આદેશ કરાયો છે. નળિયાવાળા મકાનમાં કોલેજ ચાલતી હતી, છેલ્લા ૧૦ વર્ષથી આ સ્થળ પર કોલેજ ચાલતી હતી. ૧૦ વર્ષ સુધી યુનિવર્સિટીને જાણ નથી, તે સૌથી મોટો સવાલ છે. રાજકોટમાં ઝૂંપડા જેવી જગ્યાએ કોલેજ ચાલતી હતી અને યુનિવર્સિટીને પણ તેની જાણ નહોતી.

છેલ્લા ૧૦ વર્ષથી આ કોલેજ ચાલી રહી છે. હવે આ નળિયાવાળા ખખડધજ મકાનમાં ચાલતી કોલેજને તાળા વાગશે. યુનિવર્સિટી આ કોલેજેને તાળા મારશે. આવી ખખડધજ મકાનમાં ચાલતી કોલેજમાં વિદ્યાર્થીઓ પણ ભણવા આવતાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે કોલેજના ડિરેક્ટરે જણાવ્યું કે, અમને પણ હમણા જાણ થઇ છે કે આવો કોઇ ર્નિણય લેવામાં આવ્યો છે. જેની અમે રજૂઆત કરીશું. વેકેશનમાં તેનું સ્ટ્રક્ચર નવું થાય તેની કાર્યવાહી હાથ ધરવાની જ હતી.

કોન્ટ્રાક્ટરને બધું નક્કી જ હતું. જે તે સમયે રાષ્ટ્રીય શાળામાં મંજૂરી નહોતી મળતી. કારણ કે, શાળાના ટ્રસ્ટી જૂના હતા. નવા ટ્રસ્ટી સમજે છે શાળાના શિક્ષણને. એટલે શાળાનું બાંધકામ નવું થઇ જવાનું છે. જે ખાતરી અમે યુનિવર્સિટીને આપીશું. અમે વિદ્યાર્થીઓને બિલકુલ તકલીફ પડવા નહોતા દેતા.

આ કોલેજ વિદ્યાર્થીઓ પાસેથી વર્ષે ૭૫ હજાર રૂપિયા ફી વસૂલતી. આ કોલેજ ઇન્ટિરિયલ ડિઝાનિંગમાં બેચરલ ડિગ્રી પ્રોગ્રામ ચલાવે છે. હાલમાં જ મળેલી એકેડમિક કાઉન્સિલની બેઠકમાં આ કોલેજ બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers