Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ટીવીના રામ અરુણ લાંબી સફેદ દાઢીમાં જોવા મળ્યા

મુંબઈ, રામાનંદ સાગરની સિરિયલ રામાયણના દરેક પાત્રને ઘર-ઘરમાં ઓળખ મળી. આ સિરિયલમાં રામ અને સીતાના રોલમાં જાેવા મળેલા એક્ટર અરુણ ગોવિલ અને એક્ટ્રેસ દીપિકા ચીખલિયાને દર્શકો ખરેખર ભગવાન રામ અને સીતા સમજી ગયા હતા. આ કલાકારોને આ રોલ કર્યાને ભલે વર્ષો વીતી ગયા, પરંતુ આજે પણ દર્શકોમાંનો વિશ્વાસ ઓછો થયો નથી. દર્શકો આજે પણ અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયાની પૂજા કરે છે.

રામાયણના રામ તરીકે ઘર-ઘરમાં જાણીતો બનેલો એક્ટર અરુણ ગોવિલ ટૂંક સમયમાં મોટા પડદા પર જાેવા મળવાનો છે. અરુણ ગોવિલે હાલમાં જ તેની આગામી ફિલ્મનો નવો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ કલાકારો ટૂંક સમયમાં રામ મંદિર નિર્માણ પર બની રહેલી ફિલ્મ ૬૯૫માં જાેવા મળશે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા લુકમાં અરુણ ગોવિલ કપાળ પર તિલક અને લાંબી સફેદ દાઢી અને મૂછ સાથે સાથે જાેવા મળ્યો હતો. આ લુકમાં અભિનેતાને ઓળખવો ઘણો મુશ્કેલ છે. આ ફિલ્મમાં તે બાબા અભિરામ દાસના રોલમાં જાેવા મળશે. અભિનેતાનો આ લુક સામે આવ્યા બાદ તેના ચાહકોની ખુશીનો પાર ન રહ્યો. દર્શકો તેને ફરી એકવાર સ્ક્રીન પર જાેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

અરુણ ગોવિલના ફેન્સ સોશિયલ મીડિયા પર તેના લુકના વખાણ કરી રહ્યા છે. આ સાથે જ લોકો તેને ફિલ્મમાં કાસ્ટ કરવા બદલ અભિનંદન પણ આપી રહ્યા છે. અરુણ ગોવિલ કહે છે, રામમાં વિશ્વાસ રાખનાર દરેક ભારતીયને આ ફિલ્મ ગમશે. અભિનેતાના કહેવા પ્રમાણે, રામ મંદિરના નિર્માણમાં બાબા અભિરામ દાસે ઘણું યોગદાન આપ્યું છે. તેમનું ચરિત્ર શાંતિના માર્ગ પર ચાલનાર વ્યક્તિ જેવું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers