Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લાડકી દીકરી રાહા પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો રણબીર

મુંબઈ, આલિયા ભટ્ટ થોડા મહિના પહેલાં જ માતા બની છે. તેણે પોતાની દીકરીની કાળજી રાખવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો છે. તે હમણાં કોઈ નવી ફિલ્મમાં જાેવા મળી રહી નથી. Ranbir Kapoor Alia Bhatt Daughter RAHA

જાેકે, આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફોટા દ્વારા ચાહકોને તેના અંગત જીવન વિશે અપડેટ આપતી હોય છે. આલિયાએ પોસ્ટ કરેલ ફોટોઝ અને વિડીયો ફેન્સને ખૂબ ગમે છે. જેના કારણે તેની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડીયામાં એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો તેના પતિ રણબીર કપૂર અને પુત્રી રાહાનો છે. આ ફોટામાં રણબીર કપૂર દીકરી રાહા સાથે બાલ્કનીમાં બેઠેલો જાેવા મળી રહ્યો છે.

આલિયાએ પોસ્ટ કરેલો આ ફોટો ચાહકોને ખૂબ ગમી રહ્યો છે. તેણે શેર કરેલો ફોટો થોડો બ્લર છે. જાેકે, ચાહકોને રણબીરનો તેની પુત્રી રાહા પ્રત્યેનો પ્રેમ જાેવા મળી રહ્યો છે. આ ફોટોમાં રણબીર કપૂર તેની દીકરી રાહાના સ્ટ્રોલર પાસે બેઠો છે. તે પોતાની લાડલીને જાેઈ રહ્યો છે. જાેકે, આ ફોટોમાં રાહા જાેવા નથી મળી રહી. આ પોસ્ટ માટે આલિયાએ કેપ્શન લખ્યું છે કે, “મને લાગે છે કે હું ૬ નવેમ્બર પછીથી બહુ સારી ફોટોગ્રાફર બની ગઈ છું.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

મારી દુનિયા.” આલિયા ભટ્ટની આ પોસ્ટ ખૂબ ઝડપથી વાઇરલ થઈ છે. ચાહકો વિવિધ કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. આલિયાની આ પોસ્ટ પર એક યુઝરે તેની ફોટોગ્રાફીની પ્રશંસા કરતાં લખ્યું છે કે, ‘ખોટું નહીં બોલું, પરંતુ આ એક ઈમ્પ્રેસીવ શોટ હતો. રણબીર અને આલિયાએ ૧૪ એપ્રિલે તેમના લગ્નની પહેલી એનિવર્સરી ઉજવી હતી. એ જ દિવસે બંને પોતાનું નવું મકાન જાેવા પણ ગયા હતા. આ ઘરનું નિર્માણકાર્ય હાલ ચાલી રહ્યું છે.

આ દરમિયાન આલિયાએ રણબીર સાથેની પીઠી સેરેમનીનો અનસીન ફોટો સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, આલિયા છેલ્લે અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જાેવા મળી હતી. ત્યારથી તેણે ફિલ્મોમાં થોડો બ્રેક લીધો હોવાનું જણાય છે. બ્રહ્માસ્ત્રમાં તે પહેલી વખત તેના પતિ રણબીર કપૂર સાથે ફિલ્મમાં જાેવા મળી હતી.

આ ફિલ્મે સારી કમાણી કરી હતી. આ દરમિયાન હવે આલિયા ભટ્ટ ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં જાેવા મળશે. કરણ જાેહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે જુલાઈમાં રિલીઝ થશે.SS1Ms

Copyright © All rights reserved. | Developed by Aneri Developers