Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શિવ ઠાકરે અને અબ્દુ રોઝિકે સલમાનના સોન્ગ પર હોટેલની લોબી અને રૂમમાં ડાન્સ કર્યો

મુંબઈ, આ વર્ષના ફેબ્રુઆરીમાં ખતમ થયેલા વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ૧૬ના ઘરમાં સૌથી વધારે કોઈ ચર્ચામાં રહ્યું હોય તો તે હતી ‘મંડળી’, જેના અબ્દુ રોઝિક, શિવ ઠાકરે, એમસી સ્ટેશન, સાજિદ ખાન, સુમ્બુલ તૌકીર અને નિમૃત કૌર અહલુવાલિયા સભ્યો હતા. Shiv Thackeray and Abdu Rozik Shibdu

જાે કે, આ બધામાં દર્શકોને શિવ ઠાકરે અને અબ્દુ રોઝિકની મિત્રતા ખૂબ જ પસંદ આવી હતી. શિવને ઈંગ્લિશ અને અબ્દુને હિંદી ન આવડતું હોવા છતાં બંને એકબીજાની વાત જે રીતે સમજી જતાં હતા તે જાેવા જેવું હતું. મંડળીના બાકીના બધા સભ્યો એકબીજાને મળે કે ન મળે પરંતુ અબ્દુ જ્યારે પણ ભારત આવે ત્યારે શિવ અને તે સાથે મસ્તી કરવાની તક જતી કરતાં હતા. હાલ અબ્દુ રોઝિક કામના સંદર્ભમાં અહીં છે, ત્યારે શિવ અને તેણે મુલાકાત કરવાની તક ઝડપી લીધી હતી.

આ દરમિયાન ફરીથી બંને વચ્ચેની મજબૂત ફ્રેન્ડશિપ જાેવા મળી હતી. તેમણે ૧૯૯૪માં આવેલી સલમાન ખાન અને આમિર ખાનની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ના સોન્ગ ‘દો મસ્તાને ચલે જિંદગી બનાવે’ પણ રિલ બનાવી હતી. જે શિવે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે, જેમાં બંને મોટોક્રોમ આઉટફિટમાં ટિ્‌વનિંગ કરતાં અને હોટેલની લોબી તેમજ રૂમમાં ડાન્સ કરતાં દેખાયા.

જેના પર કોમેન્ટ કરતાં સચેત ટંડન, દીપ ઠાકુર, ગીત બગ્ગા, સ્વાતિ શર્મા, યુવિકા ચૌધરી તેમજ વિવિધા ક્રીતિ સહિતના સેલેબ્સે રેડ હાર્ટ ઈમોજી કોમેન્ટ સેક્શનમાં ડ્રોપ કર્યા છે. તો અબ્દુએ લખ્યું ‘ભાઈનો પ્રેમ’, તો કેટલાક ફેન્સ Shibduને સાથે જાેઈને ખુશ થયા છે અને તેમની જાેડીને ‘ક્યૂટ’ કહી છે.

શિવના એક ફેન પેજે કોમેન્ટ કરી છે ‘તમે બંનેએ તો મારો મૂડ સુધારી દીધો. તમારા બંનેનો આભાર’, એક ફેને લખ્યું છે ‘શિવબ્દુએ લાગણી છે. કારણ કે એકને હિંદી નથી આવડતું અને એકને ઈંગ્લિશ પરંતુ મનની ભાષાથી એકબીજાની વાત જાણી લે છે. દિલવાલે બંદે’, તો એકે કોમેન્ટ કરી ‘આ સરપ્રાઈઝ માટે આભાર.

હું ઘણા સમયથી રાહ જાેઈ રહ્યો હતો. અબ્દુ રોઝિક હાલમાં ત્યારે ચર્ચામાં આવ્યો ત્યારે જ્યારે તેણે એમસી સ્ટેન પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, તેનું લેટેસ્ટ સોન્ગ પહેલાથી જ હિટ છે અને તેથી તેણે તેને પ્રમોટ કરવા માટે કોઈની જરૂર નહોતી. તેણે સ્ટેનને સોન્ગને પ્રમોટ કરવા માટે કીધું નહોતું.

તેણે સ્ટેન સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાે તે, તેણે કાપી નાખ્યો હતો. આ સિવાય તેની ટીમે તેમ પણ કહ્યું હતું કે, માર્ચમાં જ્યારે બેંગ્લોરમાં સ્ટેનનો કોન્સર્ટ હતો ત્યારે અબ્દુ તેને સપોર્ટ આપવા ત્યાં પહોંચ્યો હતો. જાે કે, તેની સિક્યુરિટી ટીમ તેમજ ઓર્ગેનાઈઝરે એન્ટ્રી ગેટ પર જ અબ્દુને અટકાવ્યો હતો અને અપશબ્દો પણ કહ્યા હતા.

આટલું જ નહીં અબ્દુની કારને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. તેમની મિત્રતા તૂટવાની શરૂઆત બિગ બોસ ૧૬ના ફિનાલે બાદ યોજાયેલી પાર્ટીથી થઈ હતી. જ્યાં સ્ટેનના આરોપ પ્રમાણે અબ્દુએ તેના મમ્મી સાથે ફોટો ક્લિક કરાવવાનો ઈનકાર કર્યો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers