Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

AIની મદદથી પોલીસે ગુજરાતમાંથી 2.25 લાખ બેનામી સીમકાર્ડ શોધી કાઢયા

મોટી સંખ્યાનો ડેટા પ્રોસેસ કરવામાં ફેસ રેકેગ્નિશન એઆઈ અને મશીન ર્લનિગ જેવા આધુનીક સોફટવેરનો ઉપયોગ કરાયો-તમામ સીમકાર્ડ પોઈન્ટ ઓફ સેલ્સ એટલે કે નાના વેપારીઓ દ્વારા નિદોષ લોકોના નામે ઈશ્યુ કરાયા

(એજન્સી)અમદાવાદ, ફ્રોડ અને છેતરપિંડી સહીતના સંખ્યાબંધ વધી ગયેલા સાઈબર ક્રાઈમને ખુલ્લા પાડતાં ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશન સમગ્ર ગુજરાતમાં ઈશ્યુ કરાયેલા ર.રપ લાખ બેનામી સીમકાર્ડની પર્દાફાશ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ સીમકાર્ડ પોઈન્ટ ઓફ સેલ્સ એટલે કે નાના વેપારીઓ દ્વારા ઈશ્યુ કરાયાા હતા ને તેઓએ ૧પ૦૦૦ જેટલાં તદન નિર્દોષ લોકોના ફોટા અને અન્ય દસ્તાવેજાે સાાથે ચેડાં કરીશને આ સીમકાર્ડ ઈશ્યુ કર્યા હતા.

કેટલાંક અસામાજીક તત્વો, ગુનેગારો અને રાષ્ટ્ર વિરોધી તત્વોએ પોલીસનો કે કાયદેસરની કાર્યવાવહીનો ડર રાખ્યા વીના પોતાના નાપાાક મનસુબા પાર પાડવા આ બેનામી સીમકાર્ડ દુરપયોગ કર્યો હતો. આ કેસની તપાસ દરમ્યાન ગુજરાતના ૮.ર કરોડ ટેલીકોમ સબસક્રબરનો ડેટા એકઠો કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત આ ટેલીકોમ સીમકાર્ડને વેરીફાઈ કરવા ભારતના સુપર કમ્પ્યુટર ગણાતા પરમ દ્વારા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એઆઈ અને ફેસીયલ રેકેગગીન્શન ચહેરા દ્વારા ઓળખ થી સુસજજ એવા સોલ્યુશનનો ઉપયોગ કરાયો હતો. આ સુપર કમ્પ્યુટર પુર્ણે સ્થિત સેન્ટર ફોર એડવાન્સ કોમ્પ્યુટીગ સી.ડેક ખાતે મુકવામાં આવ્યું છે.

એઆઈ ટુલ દ્વારા ટેલીકોમ સર્વીસ પ્રોવાઈડરના ડેટાનું એનાલીસીસ કરાયું હતું અને જુદા જુદા નામે અને સરનામા વાળા સમાન ફોટોગ્રાફને ઓળખી કાઢવામાં આવ્યા હતા. જેના પગલે સત્તાવાળાઓ બેનામી સીમકાર્ડને અલગ તારવી શકયા હતા. એમ આ કેસની તપાસ સાથે સંકળાયેલા એઅક અધિકારીએ કહયું હતું.

૧પ૦૦૦ ફોટોગ્રાફસનો દુરુપયોગ કરીને ઈશ્યુ કરાયેલાં ર.રપ લાખ બેનામી સીમકાર્ડ શોધી કાઢયા બાદ ટેલીકોમ ડીપાર્ટમેન્ટે અન્ય વ્યાપક કદના કૌભાંડ પર ફોકસ વધારી દીધું હતું. કેમ કે, કેટલાક ફોટાનો અનેકવાર ઉપયોગ થયો હતો. જયારે બાકીના ફોટોગ્રાફસનો ૧૦૦૦ વાર દુરુપયોગ કરાયો હતો.

પરીણામ સ્વરૂપ ગુજરાત પોલીસને ૪૮૬ લોકોના ફોટાનો દુરુપયોગ કરીને ઈશ્યુ કરાયેલા ર૯,પપર સીમકાર્ડનો ડેટાબેઝ મળી ગયો હતો. જે પૈકી એક ફોટાનો તો ર૦ વાર ઉપયોગ થયો હતો. ખુબ મોટીી સંખ્યાનો ડેટા પ્રોસેસ કરવામાં ફેસ રેકગ્નિશન એઆઈ અને મશીન લનીગ જેવા અત્યંત આધુનીક સોફટવેરનો ઉપયોગ કરાયો હોવા છતાં થોડી ભુલ રહી જવા પામી હતી

તેથી અધિકારીઓઅને માહિતી સચોટતા ચકાસવા માટે સંખ્યાબંધ સેમ્પ્લને મેન્યુઅલી ચેક કરવા પડયા હતા એમ અધિકારીએ ઉમેયું હુતં.

આ પ્રકારની ભુલો વિશે વિગતવાર માહિતી આપતાં અધિકારીે કહયું હતું કે, દૃષ્ટાંત તરીકે કેટલાંક પરીવારના સભ્યોના સમાન ચહેરા મળતા આવતા હોય છે. તેથી સમાન ચહેરા ધરાવતા લોકોના ફોટા અલગ અલગ નામ સાથે એક ગ્રુપમાં મુકાયા હોવા જાેઈએ.

અમે આ ભુલોને શોધી કાઢવા મેન્યુઅલી પ્રયાસ કરી રહયા છીએ. ટેલીકોમ વિભાગ તરફથી ગત ર૧ માર્ચના રોજ મળેલી ગુપ્ત બાતમી બાદ ગુજરાત પોલીસે ર૬ એપ્રિલ સુધીના છેલ્લા એક મહીનામાં ર૭ એફઆઈઆર નોધી હતી અને ૯૧ર૭ બેનામી સીમકાર્ડ ઈશ્યુ કરવા બદલ ૪૦ લોકોની ધરપકડ કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers