Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હિંમતનગરમાં બંધ થયેલા રેલવે ઓવરબ્રીજનું કામ ફરી શરૂ કરાયું

હિંમતનગર શહેરમા દુર્ગા બજાર પાસેના ૧૯.૩૫ કરોડની માતબર રકમના રેલવે ઓવરબ્રીજનું કામ ટેકનીકલ કારણોસર બંધ પડી રહ્યું હતું.

જે ટેકનિકલ કારણો દૂર કરી તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરુવારે હિંમતનગરના માનનીય ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા સાહેબના વરદ હસ્તે શ્રીફળ વધેરીને પુનઃ શરૂ કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનરશ્રી સિધ્ધાથૅભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી યતિનીબેન મોદી, અમૃતભાઈ પુરોહિત, સાવનભાઈ દેસાઈ વાસુદેવભાઈ રાવલ,

સર્વે નગરપાલિકાના કોર્પોરેટર, ભાજપ સંગઠનના હોદ્દેદારો-કાર્યકરો, ચીફ ઓફિસર સાહેબ, અધિકારીશ્રીઓ અને નગરના શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. ( તસ્વીર ઃ- બકોર પટેલ મોડાસા)

Copyright © All rights reserved. | Developed by Aneri Developers