Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મોડાસામાં ૮ લાખનો દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોડાસા, મોડાસા તાલુકામાં છેલ્લા બે દિવસમાં જુદા જુદા ૧ર સ્થળોથી કુલ ૧૧૯ લીટર દેશી દારૂ પકડાયો હતો અને કુલ ૧પ બુટલેગરો જેમાં ૩ મહીલા છે. તેમની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોધ્યો હતો. તેમાંથી બે બુટલેગર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. 8 lakh local and foreign liquor was seized in Modasa

મોડાસા ટાઉન મોડાસા રૂરલ અંગે ટીટોઈ પોલીસે વિવિધ સ્થળોએ છાપા મારીશ દેશી દારૂ કબજે કર્યો હતો. જેમાં કુલ રૂા.૧૦,૯૩૦ ની કિમતનો દેશી દારૂ ઝડપી બે આરોપીની ધરપકડ કરી હતી. તેમાં ગણેશપુર કંપા સ્ટેન્ડ પાસે દેશી દારૂના રર ફુગ્ગા એટલે કે,૬૬ લીટર દારૂ સાથે મહીલા બુટલેગર કોમલબેન અમીતભાઈ છારા રાઠોડ રહે. છારાનગર જીવણપુરાને ઝડપી પાડી અટકાયત કરી કુલ રૂા.૧૩ર૦-ના પ્રોહીબીશનનો મુદામાલ કબજે લઈ પોલીસે જપ્ત કર્યો હતો.

તેમજ ટીટોઈ પોલીસે બ્રહ્મપુરી ગામે સવીતાબેન ગામેતી નામની મહીલાને તેના રહેણાંક મકાનમાં રેડ પાડી મકાનના પાછળના ભાગે પ્લાસ્ટીકના થેલામાંથી વિદેશી ઈગ્લીશ દારૂના ૧૦ કવાટરીયા અને બિયરના બે ટીમ મળી ૧૧૦૦ ના દારૂના જથ્થા સહીત સવીતાબેનની ધરપકડ કરી હતી. અને ગુનો નોધ્યો હતો.

જયારે વિદેશી દારૂ ઝડપવાનો બનાવ મોડાસા તાલુકાના રાજાણી ગામના સ્મશાન નજીક એલસીબી પોલીસ બીનવારસી હાલતમાં છોડાયેલ સ્કોપીયો ગાડીમાંથી રૂા.ર.૪પ લાખની કિમતનો વિદેશી દારૂની સાથે રૂ.પ લાખની ગાડી મળી કુલ રૂા.૭.૪પ લાખનો મુદામાલ કબજે લઈ જપ્ત કર્યો હતો. પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોધ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers