Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

“ભાભીજી ઘર પર હૈ”ની ચારુલ મલિકે આ રીતે તેનો બર્થડે ઊજવ્યો!

અભિનેત્રી ચારુલ મલિકનો ગઈકાલે બર્થડે હતો અને તેણે આ વર્ષે પરિવાર અને નિકટવર્તી ફ્રેન્ડ્સ સાથે ઈન્ટિમેટ સેલિબ્રેશન કર્યું. અભિનેત્રી કહે છે, કે દરેક બર્થડેની સવારે હું પ્રાર્થનાની સાદગીપૂર્ણ પરંપરાનું પાલન કરું છું, “આ વર્ષે મેં મારા પરિવાર અને નિકટવર્તી ફ્રેન્ડ્સ સાથે મારો બર્થડે ઊજવ્યોય અમે સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી,

કોઈ ધામધૂમ કે દેખાડો નહીં, કોઈ મોટી પાર્ટી નહીં. બહુ જ નજીકના લોકો વચ્ચે ઉજવણી કરાઈ. મેં ભગવાનને પ્રાર્થના કરી અને દીવો પ્રગટાવ્યો. મેં ભગવાને અમને જે પણ આપ્યું તે બદલ આભાર માન્યો. મેં સ્વાસ્થ્ય, સુખાકારી અને મનની શાંતિ માટે પ્રાર્થના કરી,” એમ તે કહે છે.

તેની સૌથી યાદગાર બર્થડેની ઉજવણી વિશે બોલતાં તે કહે છે, “2019માં મેં અત્યંત મોટી પાર્ટી આપી હતી, જેમાં આશરે 50-60 કલાકારો હાજર હતા. બહુ મજા આવી અને તે અત્યંત વિશેષ હતું.

હમણાં સુધી તેને પ્રાપ્ત સૌથી યાદગાર બર્થડે વિશે પુછાતાં ચારુલ કહે છે, “આવી ઘણી બધી યાદો છે. મારી જોડિયા બહેન પારુલ મને યુએથી ઘણું બધું મોકલે છે અને અમારી પસંદગી સમાન છે. તે મને કપડાં, જ્વેલરી, પરફ્યુમ્સ વગેરે મોકલે છે, જેથી હું મારી એક ફેવરીટ ભેટ કઈ તે કહી નહીં શકું.

મારી માતા હંમેશાં મને અમુક અજોડ કપડાં આપે છે અને હું ટ્રેન્ડિંગ સ્ટફ માટે ખરીદી કરતી. હવે તે નથી, પરંતુ મારી પાસે 20 વર્ષ જૂના ટોપ્સ હજુ પણ છે અને તે સારી સ્થિતિમાં છે અને હું અમુક વાર તે પહેરું છું. મારી પાસેનાં મારી માતાએ મને આપેલાં અમુક જૂનાં કપડાં હું હજુ પણ પહેરું છું.”

ઉંમર તો ફક્ત આંકડો છે અને ચારુલ કહે છે કે તેને તે ઝાઝું મહત્ત્વ આપતી નથી. “ઉંમર વધતી તે કુદરતી છે, જેથી તેના વિશે શા માટે વિચારવું જોઈએ? આપણે આપણા અનુભવો વિશે વિચારવું જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ. દરેક વખતે ઉંમર વિશે ચર્ચા નહીં કરવી જોઈએ. હું તે વિશે બહુ વિચારતી નથી. ફક્ત હકારાત્મક રીતે વિચારતા રહો.

મારું લક્ષ્ય અમુક સારી ફિલ્મો બનાવવાનું અને અભિનેત્રી તરીકે અલગ અલગ ભૂમિકાઓ ભજવતાં રહેવાનું છે,” એમ તે કહે છે. ચારુલ મલિક હાલમાં સંજય અને બિનાયફર કોહલીની “ભાભીજી ઘર પર હૈ”માં જોવા મળે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers