Western Times News

Gujarati News

ડભોઇના ૪૪ ગામોને નર્મદાનું પાણી આપવાની રૂ.૩૪.૩૮ કરોડની યોજના પૂર્ણ

પ્રતિકાત્મક

૫૦ હજાર જેટલા નાગરિકોને પાણી આપવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ૬૯ ભૂગર્ભ ટાંકાઓ બનાવાયા

(માહિતી) વડોદરા, ઉનાળામાં કોપાયમાન થઇ વરસતા તાપમાં ડભોઇ તાલુકાના ૪૪ ગામો માટે શુભ સમાચાર છે. ડભોઇ તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા ૪૪ ગામો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૪.૩૮ કરોડના ખર્ચથી તૈયાર થઇ રહેલી પાણી પુરવઠા યોજના પૂર્ણ છે. Rs.34.38 crore project to provide Narmada water to 44 villages of Dabhoi completed

હવે માત્ર ગણતરીના દિવસોમાં આ ગામોમાં ઘરના નળમાં માં નર્મદાનું પાણી આવતું થઇ જશે. પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી ગિરીશ અગોલાએ કહ્યું કે, ડભોઇ તાલુકામાં કુલ ૧૧૮ ગામો અને ૩૦ વસાહતોનો સમાવેશ થાય છે. આ ગામોની ૨૦૧૧ની સ્થિતિએ વસ્તી ૧૨૯૨૭૮ નાગરિકોની છે અને તેમાં અનુસૂચિત જનજાતિની વસ્તી ૬૧૧૮૨ છે.

ડભોઇ તાલુકામાં ભૂગર્ભ સ્ત્રોત સમયાંતરે ગુણવત્તા પ્રશ્નો ધ્યાને લઇ સૌપ્રથમ ડભોઇ તાલુકાનાં કુલ ૧૧૮ ગામો અને ૩૦ નર્મદા વસાહતો પૈકી ઉત્તર ભાગનાં ૭૪ ગામો અને ૧૪ વસાહતો માટે નર્મદા મુખ્ય કેનાલની ૮૧.૮૧ મી. ની ચેઇનેઝ પરથી નીકળતી વડોદરા બ્રાન્?ચ કેનાલ આધારીત યોજનાની કામગીરી વર્ષ ૨૦૨૦ માં પૂર્ણ કરી સમાવિષ્ટ ગામોમાં નર્મદાનું પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ દક્ષિણ વિભાગના બાકી રહેલ ૪૪ ગામ, ૧૦ પરાં અને ૧૫ નર્મદા વસાહતની ૫૦૪૬૫ વસ્તીને માં નર્મદા પાણી આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઈ જુથ પાણી પુરવઠા યોજના (ભાગ-૨) અંતર્ગત બનાવવામાં આવેલ વેગા હેડવર્ક્‌સના આર.સી.સી. ભૂગર્ભ ટાંકા મારફતે આ યોજના હેઠળના વિવિધ હેડવર્ક્‌સ ખાતે શુદ્ધીકરણ કરવામાં આવેલ પાણી પહોંચાડવામાં આવનાર છે.

ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ ડભોઈ તાલુકાના દક્ષિણ વિભાગના વિસ્તારને વિવિધ ૫ ઝોનમાં વિભાજીત કરી ઉક્ત ગામોમાં વ્યક્તિદીઠ દૈનિક ૧૦૦ લિટર પાણી આપવામાં આવશે.

ડભોઈ જુથ યોજના (ભાગ-૩)ના વિવિધ ૫ ઝોનના હેડવર્કસ ખાતે ચોખ્ખા પાણીના સંગ્રહ માટે ૧.૯૦ લાખ લિટરથી ૧૦.૫૦ લાખ લિટરની સંગ્રહ ક્ષમતાના કુલ પાંચ આર.સી.સી. ભુગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા છે. જેની કુલ ક્ષમતા ૩૪.૩૦ લાખ લિટર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.