Western Times News

Gujarati News

સ્પાની આડમાં દારૂ અને ડ્રગ્સ પણ પીરસાતાં હોવાનો ઘટસ્ફોટ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, શહેરનાં એસજી હાઈવે પરની હોટલના રૂમમાંથી સ્પા સેન્ટરમાં કામ કરતી મિઝોરમની યુવતીની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

યુવતીએ ડ્રગ્સનો ઓવરડોઝ લીધો હોવાનો કારણે મોત થયું હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવી રહયું છે. આ ઘટનાએ સ્પા સેન્ટરમાં ચાલતા અનેક ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં પાંચ હજારથી વધુ સ્પા સેન્ટર આવેલા છે. જેમાં મોટાભાગનાં સ્પા સેન્ટર લાઈસન્સ્‌ વગર ધમધમે છે. જેમાં દેહવ્યાપાર ડ્રગ્સ પાર્ટી તેમજ દારૂ પાર્ટી થાય છે.

શહેરમાં બિલાડીની ટોપની જેમ સ્પા સેન્ટરનો રાફડો એટલીહદે ફાટી નીકળ્યો છે. કે દર એકાદ બે બિલ્ડીગ છોડીને સ્પા સેન્ટર મસાજ અને રીલેકસ કરી આપવાનાં નામ પર સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ખુલ્લેઆમ ચાલી રહયા છે. જેની જાણ ખુદ પોલીસને પણ છે. દેહવ્યાપારના ગોરખધંધા સાથે સ્પા સેન્ટરમાં દારૂ પાર્ટી તેમજ ડ્રગ્સ તેમજ પાર્ટી પણ યોજાય છે. જેનો પર્દાફાશ અનેક વખત થયો છે.

શહેરમાં સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપાર ચાલી રહયો છે. જેમાં પોલીસની કામગીરી નહીવત છે ત્યારે એસજી હાઈવે પર આવેલી હોટલમાં મિઝોરમની યુવતીનાં રહસ્યમય રીતે થયેલા મોતના કેસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. યુવતી સ્પા સેન્ટરમાં કામ કરતી હતી અને તે એચઆઈવી પોઝીટીવ હતી.

યુવતી ડ્રગ્સની બંધાણી હતી અને તે સ્પા સેન્ટરમાં જ ડ્રગ્સનો નશો કરતી હતી. સાથે દારૂ પાર્ટી પણ સ્પા સેન્ટરમાં કરતી હતી. સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેશવ્યાપારના ધંધામાં દારૂ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટી થાય છે.

શહેરમાં સ્પા સેન્ટરનો રાફડો ફાટયો છે. ત્યારે લોકલ પોલીસ, મહીલા પોલીસ મુકપ્રેક્ષક બનીને તમાશો જાેઈ રહી છે. અમદાવાદમાં પાંચ હજાર કરતાં વધુ સ્પા સેન્ટરો છે. જેમાં પોલીસની કામગગીરી નહીવત છે.

પહેલાં બ્યુટી પાર્લર અને હવે સ્પા સેન્ટરઃ પહેલા બ્યુટી પાર્લર ન આડમાં દેહવ્યાપાર ચાલતો હતો. જેમાં ક્રાઈમ બ્રાંચના પુર્વ એસીપી ઉષા રાડાએ ઠેરઠેર રેડ કરી હતી. અને એજન્ટો સહીત બ્યુટી પાર્લર બંધ કરાવ્યાં હતાં ત્યાયરબાદ એજન્ટોએ સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો ધંધો શરૂ કર્યો હતો.

પોલીસે પહેલાં સ્પા સેન્ટરમાં ચાલતા દેહવ્યાપારને પકડવા માટે અનેક છટકાં ગોઠવીને રેડ કરી જેમાં તે સકેસેસ પણ ગઈ હતી. ડમી ગ્રાહકનો મિસ કોલ આવતાં પોલીસ સ્પા સેન્ટરમાં રેડ કરે છેઃ પોલીસ બાતમીના આધારે ડમી ગ્રાહકને પ૦૦-પ૦૦ રૂપિયા લઈને મોકલે છે.

ડમી ગ્રાહક મસાજ કરવાના પ૦૦ રૂપિયા આપે છે અને ત્યારબાદ મસાજ કરનાર યુવતીને સંબંધ રાખવા માટે પ૦૦ રૂપિયા આપે છે. યુવતીને રૂપિયા આપ્યા બાદ ડમી ગ્રાહક પોલીસને મીસ કોલ કરે છે. જેથી સીવીલ ડ્રેસમાં રહેલી પોલીસ તરત જ રેડ કરી દે છે. આ મામલે ઝોન ૭ના ડીસીપી બી.યુ. જાડેજાએ જણાવ્યું છે કે પોલીસ અનેક વખત સ્પા સેન્ટરમાં ચેકીગ કરે છે. અને જરૂર લાગે તો રેડ પણ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.