Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ચાના વધુ પડતું સેવનને કારણે ગેસ અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે

(એજન્સી) લગભગ તમામ ઉંમરના લોકો ચા પીવાના શોખીન હોય છે. ચા પીધા વગર લોકોની દિવસ શરૂ થતો નથી. કોઈપણ ઋતુ હોય. ચા પીવી જરૂરી હોય છે.

અનેક લોકો દિવસમાં વારંવાર ચાનું સેવન કરે છે. પણ વધુ માત્રામાં ચાના સેવનથી આરોગ્યને નુકશાન થઈ શકે છે. માનસીક આરોગ્ય પર અસર થઈ શકે છે. એક મીડીયા રીપોર્ટ અનુસાર દિવસમાં ૩-૪ કપથી વધુ ચાનું સેવન ના કરવું જાેઈએ. રોજની ૭૧૦ મી.લી.થી વવધુ ચાનું સેવન કરવાથી આરોગ્યને ગંભીર નુકશાન થઈ શકે છે. Excessive consumption of tea can cause gas and stomach irritation

આમાં કેફીનનો વધુ માત્રા હોય છે. કેફીનના કારણે માથાનો દખાવો તણાવ અને ચિંતા થઈ શકે છે. વધુ માત્રામાં ચા પીવાથી ગભરામણ પણ થઈ શકે છે. ગર્ભવતી મહીલાઓને પણ ચાનું વધુ સેવન ના કરવું જાેઈએ. તેનાથી આરોગ્ય પર અસર થઈ શકે છે.

કેફીનનું વધુ માત્રામાં સેવન કરવાથી પ્રેગનેન્સીમાં કોમ્પલીકેશન ઉભા થઈ શકે છે. બાળકના વિકાસ પર પણ અસર થાય છે. ચાનું વધુ પ્રમાણ સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. ઉંઘ ના આવવને કારણે માનસીક તણાવ, આંખ નીચે કાળા ધબ્બા, ચિતા જેવી અનેક સમસ્યા થઈ શકે છે.

રાત્રે સુવાવના ૬ કલાક પહેલાં ચા પીવાથી ઉઘ પર ખુબ જ ખરાબ અસર થાય છે. ચાનું વધુ સેવન કરવાથી આંતરડાને પણ નુકશાન થઈ શકે છે. આંતરડામાં ખરાબ પણ થઈ શકે છે. જેના કારણે ભોજન પચવામાં મુશ્કેલી થાય છે. અનેક લોકોને ભુખ્યા પેટે ચા પીવાની આદત હોય છે. જેના કારણે મેટાબોલીઝમની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. તેના કારણે ગેસ અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. અને અશકિત પણ આવી શકે છે. આ કારણોસર ભુખ્યા પેટે ચાનું સેવન ના કરવું જાેઈએ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers