Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સ્પામાં કામ કરતી પરણિતા પર હુમલો થતા હાહાકાર

રાજકોટ, રાજ્યભરમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અને નોકરી-ધંધા વિકસિત હોય ત્યાં બિલાડીના ટોપની જેમ સ્પા ખુલી રહ્યા છે. આવામાં સ્પામાં ચાલતા ગોરખધંધા અને ગેરકાયદેસર પ્રવૃત્તીઓના ભેદ ખુલી રહ્યા છે. પરંતુ રાજકોટમાં સ્પામાં કામ કરતી પરણિતા સાથે શારીરિક સંબંધની માગણી કરીને સહકર્મી દ્વારા હિચકારી હુમલો કરવાની ઘટના બની છે.

સ્પામાં કામ કરતી ૨૩ વર્ષની પરિણીતા પાસે ત્યાં જ કામ કરતા યોગેશ જંડાળિયા નામના શખ્સ દ્વારા શારીરિક સંબંધ બાંધવાની માગમી કરી હતી. જાેકે, પરણિતા દ્વારા યોગેશની વાત સાંભળીને ઈનકાર કરી દીધો હતો આ પછી સ્પામાં સફાઈ કામગીરી કરતો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને પરિણીતા પર હુમલો કરી દીધો હતો.

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્પામા કામ કરનારી પરિણીતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૮ એપ્રિલના રોજ તે એસકે સ્પાના સોફા પર બેઠી હતી. તે સમયે સ્પામા સફાઈ કામ કરનાર યોગેશ તેની પાસે આવ્યો હતો. શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. સેક્સની માગણી બાબતે યુવતી દ્વારા ના પાડવામાં આવતા યોગેશ ઉશ્કેરાઈ ગયો હતો ને લોખંડનો પાઇપ લઈ આવી તેના માથામાં મારવા લાગ્યો હતો. સહકર્મીએ પરિણીતા પર પાઈપથી કરેલા હુમલામાં મહિલાને માથામાં, હાથે-પગે તથા છાતીના ભાગે ઈજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. આ મામલે પરિણીતાએ તેના પતિને ફોન કરી જાણ કરી હતી.

મહિલાના પતિ દ્વારા તેને રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને સારવાર શરૂ કરાવી છે. સમગ્ર મામલે યુવતી દ્વારા યોગેશ વિરુદ્ધ IPCની કલમ ૩૦૭, ૩૨૬, ૩૫૪ (છ) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫(૧) અંતર્ગત ગુનો નોંધાવ્યો છે. યુવતીએ પોલીસને જણાવ્યું છે કે, તે મૂળ જેતપુરની રહેવાસી છે. પરંતુ કેટલાક સમયથી તે રાજકોટ ખાતે પોતાના પતિ સાથે રહે છે.

૨૮ તારીખના રોજ પણ તેનો પતિ તેને સ્પા ખાતે ઉતારીને પોતાના કામ-ધંધે જતા રહ્યા હતા. પરણિતા સ્પા ખાતે ટેલી કોલિંગનું કામ કરે છે. આ ઘટનામાં માનસિક વિકૃતિ ધરાવનારા અને સ્પામાં કામ કરતી મહિલા પાસે અઘટિત માગણી કર્યા બાદ હિચકારો હુમલો કરનારા શખ્સને પોલીસે પકડીને જરુરી કાર્યવાહી હાથ ધરી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers