Western Times News

Gujarati News

“મન કી બાત” મારા માટે આસ્થા, પુજા અને વ્રત: વડાપ્રધાન

મેં પોતાનું ઘર એટલા માટે નહોંતુ છોડ્યું કે મારા દેશવાસીઓ સામે મારો સંપર્ક તૂટી જશેઃ મન કી બાતે મને એ પડકારને ઓળંગવાનો મોકો આપ્યો

નવી દિલ્હી,  આજે મન કી બાતનો ૧૦૦ મો એપિસોડ છે. મને તમારા બધાની હજારો ચિઠ્ઠીઓ અને લાખો મેસેજ મળ્યા છે. મેં વધુમાં વધુ સંદેશાઓ વાંચવાનો પ્રયાસ કર્યો છે. હું તમારા મેસેજ વાંચીને ખુબ ભાવુક થયો છું. ૧૧ વિદેશી ભાષામાં થાય છે મન કી બાતનું પ્રસારણ. દેશના લોકોની સકારાત્મકતાનો પર્વ બન્યો છે મનકી બાત. મનકી બાતનો આ પ્રોગ્રામમાં દેશના ખુણા ખુણામાંથી લોકો જાેડાયા. રેડિયો તેનું માધ્યામ બન્યું.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, ૩ ઓક્ટોબર ૨૦૧૪ ને વિજ્યા દશમીના દિવસે મન કી બાતની યાત્રા શરૂ થઈ હતી. વિજ્યા દશમી એટલે બુરાઈ પર અચ્છાઈની જીતનું પર્વ. મન કી બાત પણ દેશવાસીઓની સકારાત્મક સિદ્ધિઓની વાત કરવામાં આવે છે. આમાં સકારાત્મક વાતોની ઉજવણી કરવામાં આવે છે. દરેક એપિસોડ વિશેષ રહ્યો. મનકી બાતમાં દરેક ઉંમર, દરેક વર્ગ, દરેક પ્રાંતના લોકો જાેડાયા. મનકી બાત જે વિષય સાથે જાેડાયું એ જન આંદોલન બની ગયું.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુંકે, જ્યારે મેં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે સંયુક્ત રીતે મનકી બાત કરી હતી ત્યારે દુનિયાભરમાં તેની ખુબ ચર્ચા થઈ હતી. બીજાના ગુણઓની પુજા કરવું એ મનકી બાત છે. મારા માર્ગદર્શક વકીલ સાહેબે મને બીજા લોકોના ગુણો પરથી શિખવાની પ્રેરણા આપી. બીજાના ગુણોથી શિખવાનું મોટું માધ્યામ છે મન કી બાત.

પીએમ મોદીએ જણાવ્યુંકે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સામાન્ય લોકો સાથે મળવાનું થતુ હતું. પણ ૨૦૧૪માં દિલ્લી આવ્યા પછી કામનું સ્વરૂપ અને સ્થિતિઓ પરિસ્થિતિઓ સમયની સીમા, સુરક્ષા અને બંધનો અલગ હતા. મેં પોતાનું ઘર એટલા માટે નહોંતુ છોડ્યું કે મારા દેશવાસીઓ સામે મારો સંપર્ક તૂટી જશે. મન કી બાતે મને એ પડકારને ઓળંગવાનો મોકો આપ્યો. પદભાર અને પડકારો દૂર થયા. દરેક મહિને હું દેશવાસીઓના અદભુત સ્વરૂપોના દર્શન કરું છું.

મનકી બાત મારા માટે આસ્થા, પુજા અને વ્રત છે. મારા માટે એ એક કાર્યક્રમ નથી. ઈશ્વર રૂપી જનતા જનાર્દનના રૂપમાં પુજા છે. મન કી બાત મારા માટે એક આધાત્મિક યાત્રા છે. મન કી બાત મેં નહીં તુ હી. એ વાતને આગળ વધારે છે. મન કી બાતમાં હું ઘણીવાર ભાવુક થયો છું.

સેલ્ફી વિથ ડોટર. હરિયાણાના એક પિતા સાથે વાત કરી. સુનીલભાઈ સાથે પીએમ મોદીએ વાત કરી છે. મન કી બાતમાં મહિલાઓની સિદ્ધિઓની વાત કરવામાં આવી. સેલ્ફી વિથ ડોટરનું અભિયાન ચાલ્યુ અને દેશભરમાં તેને પ્રચાર પ્રસાર થયો. મનકી બાત એ નારીશક્તિના પ્રયાસોને સામે લાવવાનું મંચ બન્યો.

જમ્મુ-કાશ્મીરમાં પેન્સિલ સ્ટેલનું કામ કરે છે મંજુર. જેનાથી ૨૦૦થી વધારે લોકોને રોજગાર મળ્યો છે. દેશમાં આવા અનેક પ્રતિભાશાળી લોકો છે. મનકી બાત એ વોકલથી લોકલને પ્રોત્સાહિત કરે છે. સ્વદેશી અપનાવો અને મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપની વાતો મનકી બાતમાં કરાઈ છે.

લોટસ ફાઈબરનો બિઝનેસ વધી ગયો મનકી બાતના પ્રોગ્રામના કારણે. મણિપુરની એક મહિલાએ અપનાવ્યો વોકલ ફોર લોકોલનું સૂત્ર. હવે તે લોકલ ફોર ગ્લોબલને અપનાવી રહી છે. જેનું નામ વિજયા શાંતિ છે. દેશી રમકડાં, દેશી શ્વાસ, હર ઘર તિરંગા અભિયાન, નાના લોકો પાસેથી ખરીદી કરતી વખતે તેમની સાથે ભાવતાલ ન કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.